હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે નવી આગાહી કરતાં વાત કરી છે કે, 14 જૂલાઈ આસપાસ બંગાળના ઉપસાગર હળવું દબાણ ઉભુ થશે, આ સાથે 23 જૂલાઈએ પણ હવાનું હળવું દબાણ ઉભું થશે. આગળ વાત કરી કે તા. 16, 17, 18, 19, 20 જુલાઈ ઉત્તર ભારતમાં ભારે વરસાદ થશે આ સાથે 25 થી 30 જૂલાઈ ન માત્ર ગુજરાત પણ આખા ભારતમાં વરસાદી માહોલ રહેશે.
આ સાથે જ આગાહી કરી છે કે 36 કલાકમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં વડોદરા, આણંદ, સાવલી, કરજણ, અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ગોધરામાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આ સાથે નર્મદા, તાપી નદી બે કાંઠે વહેશે એવી ઘાતક આગાહી પણ કરવામાં આવી છે.
ગુજરાતમાં વરસાદને લઈ ફરી એકવાર આ આગાહી લોકો માટે ચેતવણી અને સારા સમાચાર કહી શકાય. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે સૌરાષ્ટ્રના દક્ષિણ દરિયા કિનારામા ભારે વરસાદની આગાહી કરાઇ છે. આ સાથે કચ્છ, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી કરાઇ છે.
પેશાબ કાંડના આરોપી પ્રવેશ શુક્લાના ઘર પર બુલડોઝર ચાલશે, નરોત્તમ મિશ્રાએ આપ્યો સણસણતો જવાબ
અકસ્માતના સમાચાર વચ્ચે શાહરૂખ ખાન ભારત પરત ફર્યો, સર્જરી બાદ ન તો પાટો કે ન તો ટાંકા દેખાયા
તો વળી સાથે સાથે મોરબી, રાજકોટ, હળવદ, ધ્રાંગધ્રા, વિરમગામ, મહેસાણા, ધોળકા, ધંધુકા, બોટાદ, બગોદરામાં પણ અંબાલાલે આગાહી કરી છે. ત્યારે આગળના દિવસોમાં લોકોએ છત્રી અને રેઈનકોટ લઈને જ નીકળવું જોઈએ.