Gujarat Weather Forecast : હાલ ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે. માત્ર કેટલાક જિલ્લાઓમાં છુટોછવાયો વરસાદ છે. પરંતું આ વિરામ બહુ જ નાનો છે. કારણ કે, ફરીથી ગુજરાતમાં વરસાદનું ચોથા રાઉન્ડની શરૂઆત થશે. ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં આવતા ચોમાસાનો ચોથા રાઉન્ડ ગુજરાતમાં આવી શકે છે. ખાસ કરીને અમદાવાદમાં ફરીથી પૂરનું સંકટ આવી શકે છે. જોકે, હાલ ગુજરાત પર એકપણ સિસ્ટમ એક્ટિવ ન હોવાને કારણે વરસાદી સંકટ નથી. માત્ર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગના આંકડા પર નજર કરીએ તો, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 90 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડના કપરાડામાં પોણા પાંચ ઈંચ વરસાદ અને જામનગરના લાલપુરમાં પોણા ચાર ઈંચ નોંધાયો છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના જુલાઈના અંત માટે વ્યક્ત કરીને તેમણે ઓગસ્ટની શરુઆતમાં હવામાન કેવું રહેશે અને કેવો વરસાદ થવાની શક્યતાઓ છે તે પણ કહ્યું છે. અંબાલાલ પટેલ જણાવે છે કે, લો પ્રેશર બનશે અને ટ્રોપિકલ સ્ટોર્મની અસર જોવા મળશે. ઓગસ્ટની 2, 3 અને 4 તારીખ દરમિયાન ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની સંભાવના રહેલી છે.
હવામાન વિભાગે આજના દિવસ માટે કરેલી આગાહીમાં રાજ્યના સૌરાષ્ટ્ર-કચ્છ, મધ્ય ગુજરાત કે ઉત્તર ગુજરાત માટે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી નથી. હવામાન વિભાગે માત્ર દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ તથા કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલી માટે ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરીને યલો એલર્ટ આપ્યું છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુ એકવાર ચોમાસાની આગાહી કરી છે. તેઓએ હવે ચોમાસાનો ચોથો રાઉન્ડ ક્યારે આવશે તેની તારીખ આપી દીધી છે. ગુજરાતમાં ચોમાસાના ત્રણ રાઉન્ડ ભારે રહ્યા છે. ત્યારે હવે ચોથો રાઉન્ડ પણ ધડબડાટી બોલાવશે. નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું છે કે, આજે રાજ્યમાં વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી છે. પરંતું ફરીથી રાજ્યમાં 27 જુલાઈથી વરસાદનું જોર પકડાશે.
5 વર્ષ પછી જોવા મળી ‘દયાબેન’ની ઝલક, મેક-અપ વગર ઓળખવી મુશ્કેલ, ફેન્સને કહ્યું- ‘મારો ચહેરો’
40 ફિલ્મો ફ્લોપ હોવા છતાં 19ના દાયકાનો સુપરસ્ટાર હતો આ અભિનેતા,છતાં ઇન્ડસ્ટ્રી છોડવી પડી
વર્ષો પછી એકબીજાની સામે આવ્યા અભિષેક બચ્ચન અને કરિશ્મા કપૂર, ઈવેન્ટની અંદરની તસવીરો થઈ વાયરલ
27 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી પવન ભેજનું ગેસ્ટ પશ્ચિમ ભારત ઉપર અસર વર્તાવશે. જેનાથી દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાટ્રના ભાગોમાં ભારે વરસાદ પડશે. તેમણે કહ્યું કે, ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળશે. સાબરમતી નદી બે કાંઠે વહેતી થશે. તો તાપી અને નર્મદાના જળ સ્ત્રાવમાં પણ વધારો થશે.