Gujarat News: હવમાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવી આગાહી કરતાં વાત કરી કે 16થી 24 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં મહંદઅંશે સાર્વત્રિક વરસાદ થશે. જેમાંથી કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં ઝોન વાઈસ વરસાદ વધશે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા તો સાથે જ ઉત્તર ગુજરાતમાં પણ સારા વરસાદના સંકેત આપ્યાં છે.
આગામી સાત દિવસ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 48 કલાક ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી છે. ત્યારબાદ વરસાદની સિસ્ટમનું જોર ઘટવાથી હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડશે.
VIDEO: લગ્ન પછી કેવી રીતે હનીમૂન મનાવે છે કિન્નરો, દરેક પ્રશ્નનોના જવાબ સાંભળો તેમના જ શબ્દોમાં
કયા ખાતામાં રાખેલા પૈસા સૌથી વધુ જોખમમાં છે? RBIએ જણાવ્યું અને બેંકોને પણ આપી ચેતવણી આપી
નીતિન ગડકરીએ ટોલને લઈને લીધો મોટો નિર્ણય, હાલની સિસ્ટમનો અંત લાવ્યો; કરી દીધી નવી જાહેરાત
અંબાલાલે આગળ વિગતે વાત કરી કે શ્રીલંકા પાસે એક સિસ્ટમ બનશે તેના કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. ત્યારબાદ આગળ વધીને અરબી સમુદ્ર આવશે અને મજબૂત થવાની શક્યતા વર્તાઈ રહી છે. સામાન્ય રીતે આ સિસ્ટમ લો પ્રેશર કે ડિપ્રેશન સુધી જઈ શકે છે. આ સિસ્ટમ 16-17 ઓગસ્ટની આસપાસ શ્રીલંકા બંગાળની ખાડીમાં તે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર તરફ આવી શકે છે. આ વરસાદી સિસ્ટમની અસર ગુજરાત પર પણ થશે.