હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. પટેલનું અનુમાન છે કે, મે માસમાં ગરમી ન પડે તો ચોમાસા પર અસર પડી શકે છે. ગુજરાતના ચોમાસા પર વિપરીત અસર પડશે એવું લાગી રહ્યું છે. 10મી જૂન આસપાસ વરસાદ થવાની શક્યતા છે. 15થી 30મી જૂન સુધી સારો વરસાદ પણ પડશે. બીજી બાજુ, અંબાલાલે જણાવ્યું છે કે, વરસાદ થવાનું પ્રમાણ ઓછું રહેવાની શક્યતા પણ સેવવામાં આવી રહી છે. વરસાદને લઇને અંબાલાલ પટેલની આગાહી હવે ચારેકોર વાયરલ થઈ રહી છે.
અંબાલાલનું એવું અનુમાન છે કે ગુજરાતમાં આંધીનો પ્રકોપ રહી શકે છે. ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં આંધીની ગુજરાતમાં અસર થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમના મતે, એપ્રિલના અંત અને મેની શરૂઆત સુધી આંધી આખા ગુજરાતને ધમરોળશે. 20 એપ્રિલ સુધી આંધી અને વંટોળનો પ્રકોપ રહી શકે છે. 20થી 25 એપ્રિલ સુધી રાજ્યમાં ગરમીનો પ્રકોપ રહેશે. જ્યારે 25, 26 એપ્રિલે રાજ્યમાં ફરી આંધીનો પ્રકોપ રહેશે. જેના પગલે ખેડૂતોને સાવધાન રહેવાની જરૂર છે. કેમ કે, હજુ માવઠું આવી રહ્યું છે.
અંબાલાલ અનુસાર, 20મી સુધી ગાજવીજ સાથે હળવો વરસાદ થઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં કરા પણ પડી શકે છે. વારંવાર આંધીથી બાગાયતી પાકોને અસર થઈ શકે છે. 25 એપ્રિલથી 2 મે સુધી ‘કાળી આંધી’નો પ્રકોપ રહેશે. ‘કાળી આંધી’ પાકિસ્તાન તરફથી ગુજરાતમાં આવશે.
કચ્છ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં ‘કાળી આંધી’ ફરી શકે છે. હવામાન વિભાગની સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ એપ્રિલ મહિના અંગે આગાહી કરી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, આ મહિનામાં હવામાનમાં પલટા આવવાની શક્યતા છે. આ સાથે દેશના ઉત્તર ભાગમાં ભારે હિમવર્ષા અને વરસાદ થવાની શક્યતાઓ છે.