Gujarat Weather Updates: રાજ્યમાં ઠંડીનો માહોલ જામે અને ત્યાં ફરી વરસાદી વાદળો આવી જાય છે. તાપમાન વધવાના કારણે ઠંડીનું પ્રમાણ ઘટી જાય છે તો ક્યારેક વધી પણ જાય છે. જાન્યુઆરી મહિનો અડધો પૂર્ણ થઈ ગયો છે ત્યારે ફરી એકવાર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, આગામી 5 દિવસ વાતાવરણ અને તાપમાન યથાવત રહેવાનું અનુમાન છે. તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઠંડી, માવઠું અને ગરમી અંગેની આગાહી કરી છે.
રાજ્યના ભાગોમાં વાદળોનો ઘેરાવો
કમોસમી વરસાદની આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં 16 થી 20 જાન્યુઆરીમા ગુજરાતના ભાગોમાં વાદળો આવવાની શક્યાતા રહેશે. પરંતુ 24 થી 26 જાન્યુઆરીના પણ વેસ્ટન ડિસ્ટર્બન્સ આવી રહ્યો છે. જેની ગતિવિધીના કારણે રાજ્યના ભાગોમાં વઘુ વાદળો આવી શકે.
કચ્છ, ઉતર મધ્ય ગુજરાતના ભાગો, દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળ આવી શકે છે આ સાથે પવનની ગતિ વધુ રહી શકે છે. તો ચિંતામાં વધારો થતાં આ વાદળો કદાચ વરસાદ પણ લાવી શકે છે. આ વખતે વેસ્ટન ડિસ્ટર્બન્સ નબળા આવ્યા છે. અલ નીનોનું કારણ હોય અથવા તો અન્ય કારણો પણ હોય શકે છે.
ઉનાળામાં આકરી ગરમી પડી શકે
ઉનાળાની ઋતુની આગાહી કરતા અંબાલાલ પટેલે વધુમા જણાવ્યું છે કે, હાલ હિમશાલાઓ બની નથી. આ ગતિવિધીના કારણે કદાચ ગરમી વધે તેમ તેમ ગ્લેશિયર પીગળવાની શક્યતા રહે અને ઉનાળામાં આકરી ગરમી પડી શકે.
જો એપ્રિલ મહિના સુધી હિમાલયમાં ભારે બરફ પડે તો ગરમીમાં ઘટાડો થઇ શકે. પરંતુ 19 ફેબ્રુઆરી ગરમી જેવુ લાગશે. અને માર્ચ મહિનામાં ગરમી રહેશે અને 20 એપ્રિલથી આકરી ગરમી પડે અને લભગભ 26 એપ્રિલ વધુ ગરમી પડશે.