અંબાલાલ પટેલે નવી આગાહી કરતાં જાહેર કર્યું છે કે દેશના મોટા ભાગના રાજ્યોમાં આ મહિનાના અંત સુધીમાં ચામડી દઝાડતી ગરમી પડવાની છે. અને અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડશે. જાહેર કરેલા સ્પેશિયલ એલર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ખાસ કરીને દિલ્હી સહિત ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને પશ્ચિમ ભારતના મોટાભાગના વિસ્તારો કાયદેસર આગના ગોળા વરસતા હોય એવું લાગશે. ગુજરાતમાં ગરમીને લઇ જણાવ્યું છે કે, આજે 2 ડિગ્રી તાપમાન વધશે. રાજ્યમાં તાપમાનનો પારો 35થી 37 ડિગ્રી પહોંચી જોરદાર ગરમી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
જો આજની પરિસ્થિતિની વાત કરીએ તો ગુજરાતમાં વહેલી સવારે અને રાત્રે વાતાવરણમાં ઠંડી લાગે છે, પરંતુ બપોરે આકરી ગરમી પડવા લાગે છે. જો કે હવે રાજ્યમાં આગામી સમયમાં ગરમી વધારે આકરી બને એવી પ્રબળ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે રાજ્યમાં ગરમીને લઈને અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. આજે 2 ડિગ્રી તાપમાન વધશે અને કાલે પણ એનાથી વધારે તાપમાનનો પારો હાઈ જશે. અંબાલાલે ગરમી આકરી પડવાની આગાહી કરતા કહ્યું છે કે ઉત્તર-પશ્ચિમના પવનો ફૂંકાતા આગામી દિવસોમાં બે ડિગ્રી જેટલું તાપમાન વધશે. રાજ્યમાં તાપમાનનો પારો 35થી 37 ડિગ્રી પહોંચી જશે. જોકે, આગામી 48 કલાક બાદ ફરી 2થી 3 ડિગ્રી વધી જશે એવી પણ આગાહી કરવામાં આવી છે.
કાળઝાળ ગરમીના કારણે લોકો હેરાન પરેશાન થઈ જાય છે. બપોરના સમયે ગલીઓમાં કરફ્યુ લાગી ગયો હોય તેવું લાગે છે. જેથી લોકો લૂ લાગવાથી બચવા માટે અલગ અલગ ઉપાયો કરે છે. ત્યારે હિટ સ્ટ્રોક એટલે શું? તેના લક્ષણો શું હોય છે? લૂ લાગે તો કયા ઘરગથ્થુ ઉપચાર કરી શકાય તે અંગે જાણવું જરૂરી બની જાય છે. હિટ સ્ટ્રોક એટલે કે લૂ લાગવાની સ્થિતિ મુશ્કેલ હોય છે. શરીર તાપમાન કંટ્રોલ ન કરી શકે ત્યારે લૂ લાગી તેમ કહી શકાય. લૂ લાગે ત્યારે શરીરનું તાપમાન ખૂબ ઝડપથી વધવા લાગે છે અને તેને નિયંત્રણમાં લેવું મુશ્કેલ હોય છે. કોઈ વ્યક્તિને લૂ લાગે ત્યારે તેના શરીરમાં રહેલું પરસેવા માટેનું મેકેનિઝમ પણ ફેલ થઈ જાય છે. જેથી તેને પરસેવો વળતો નથી. હીટ-સ્ટ્રોક લાગે ત્યારે 10થી 15 મિનિટની અંદર શરીરનું તાપમાન 106 ડિગ્રી ફેરનહીટ અથવા તેનાથી વધુ થઈ શકે છે. જો સમયસર તેની સારવાર કરવામાં ન આવે તો વ્યક્તિનું મૃત્યુ કે ઓર્ગન ફેઈલ થઈ શકે છે.
હીટ સ્ટ્રોકના લક્ષણો
હીટ સ્ટ્રોકના લક્ષણો સમયસર ઓળખી કાઢવામાં આવે તો સારવારમાં મદદરૂપ થઈ શકે છે. જેથી હીટ સ્ટ્રોકના તમામ લક્ષણોને ઓળખવા જરૂરી છે
– માથાનો દુ:ખાવો
– ચિત્તભ્રમ
– તીવ્ર તાવ
– બેભાન થવું
– માનસિક સ્થિતિ વણસવી
– ઉબકા અને ઊલટી
– ત્વચાની લાલાશ
– હૃદયના ધબકારામાં વધારો
– ત્વચાને નરમ થઈ જવી
– ત્વચા સૂકાવી
લૂ લાગી ગઈ હોય અને તેની સમયસર સારવાર ન કરવામાં આવે તો ઓર્ગન ફેઈલર, મૃત્યુ, બ્રેઈન ડેડ સહિતની કેટલીક ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. જો કોઈને હીટ સ્ટ્રોક આવે છે, તો તમે તરત જ નીચે જણાવેલ પદ્ધતિઓનો ઉપયોગ કરી શકો છો.
• લૂ લાગી હોય તે વ્યક્તિને તડકામાં ન રાખો.
• કપડાંની જાડી લેયર હટાવીને હવા આવવા દો.
• શરીરને ઠંડુ કરવા માટે કૂલર અથવા પંખામાં બેસો
• ઠંડા પાણીથી નહાવું
બસ હવે 3 દિવસ કાઢી નાખો, પછી આ 5 રાશિના લોકોને બખ્ખાં જ બખ્ખાં, જ્યાં હશો ત્યાં તમારી જ વાહ-વાહી થશે
• ઠંડા પાણીના કપડાથી શરીરને લૂછો
• માથા આઇસ પેક અથવા ભીનું કપડું રાખો
• ઠંડા પાણીમાં પલાળેલા ટુવાલને માથા, ગરદન, બગલ અને કમર પર રાખો