અંબાલાલ પટેલની આગાહી, ખેડૂતો ફરીથી કમોસમી વરસાદ માટે રહે તૈયાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રહેશે વાદળવાયું વાતાવરણ

Desk Editor
By Desk Editor
Share this Article

Gujarat Weather Update: છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ કહ્યો છે. આજે ગાંધીનગર 8.4 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુગાર રહ્યું હતું. તો નલિયા 9.8, ડીસા 10.1, અમદાવાદ 11.1, રાજકોટ 12.4, વડોદરા 12 ડિગ્રી તાપમાન રહ્યું. રાજ્યમાં હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી દિવસોમાં ઉત્તરીય પવન ફૂંકાઈ શકે છે. જેને કારણે ઠંડીનું પ્રમાણ વધશે. જેને કારણે ઠંડીનું પ્રમાણ વધશે.

હાલ ખાસ કરીને હાલ નલિયા તરફ પવનો ફૂંકાઈ રહ્યાં છે. જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગો પર ઉત્તરીય પવનો ફૂંકાવાને કારણે ઠંડીનું પ્રમાણ વધુ છે. તેમજ દરિયા કાંઠાના વિસ્તારોમાં ખાસ કરીને નલિયા પશ્ચિમ દિશઆના પવનો ફૂંકાતા હોવાથી ત્યાંનું તાપમાન મધ્ય ગુજરાતની સરખામણીએ વધુ ઠંડું છે. જોકે, આગામી દિવસોમાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ઠંડીનું જોર વધશે.

કમોસમી વરસાદની આગાહી

નવા વર્ષની શરૂઆતના જાન્યુઆરી મહિનામાં એકવાર માવઠું આવી ગયું છે, ત્યારે હવે ફરીથી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ભૂમધ્ય સાગરમાં ફરી એકવાર ચક્રવાત આવવાનો છે. જેની અસર ભારતના પશ્ચિમભાગ ઉપર અસર થશે, પરંતુ ગુજરાત પર તેની અસરથી કમોસમી વરસાદ આવશે.

હવામાન વિભાગે કહ્યું છે કે, આગામી તારીખ 24 થી 26 જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં જોવા મળશે. જેની અસરના ભાગ રૂપે કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્માં વરસાદની શક્યતા છે. જ્યારે ગુજરાતનાં અન્ય ભાગોમાં વાદળવાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે. 17-19 જાન્યુઆરીએ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેના કારણે રાજ્યમાં વાદળવાયુ વાતાવરણ રહેશે.

ઉનાળા માટે અંબાલાલ પટેલની આગાહી

ઉનાળાને લઈ હવાનાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી એવી છે કે, આ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવવાને કારણે હિમ નદી ઉપર અસર થશે. હિમ નદીઓ ઉપર અસર થવાને કારણે ગ્લેશિયર પીગળવાને કારણે ઉનાળો વહેલો આવવાની શક્યતા છે.

ખુશીના સમાચાર… ક્રૂડ ઓઈલના ભાવ બેરલ દીઠ કિંમતમાં ઘટાડો, તો હવે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થશે કે નહીં? જાણો

Big Breaking: હવે પાકિસ્તાને ઈરાન પર કર્યો હુમલો, એરસ્ટ્રાઈકમાં આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કરવાનો દાવો, જાણો હકીકત

આ રામાયણ વાંચવા તમારે અરિસાની સામે જ ઉભું રહેવું પડશે, ગુજરાતના રામ ભક્તે ‘મિરર રાઇટિંગ’માં લખી અનોખી રામાયણ

ઉનાળામાં કાળઝાળ ગરમી પડવાની શક્યતા છે. 19 ફ્રેબૃઆરીથી હળવી ગરમીની શરૂઆત થશે. 20 એપ્રિલથી વધુ અને 26 એપ્રિલથી આકરી ગરમી વેઠવાનો વારો આવશે. તમને જણાવી દઈએ કે આ સંમગ્ર ઋતુ ચક્રથી સૌથી વધારે ખેડૂતોને જ નુકશાની થઈ રહી છે.


Share this Article