જો તમે પણ શનિ-રવિ ક્યાંય ફરવાનો પ્લાન કરતા હોય તો પહેલા હવામાન વિભાગનું સાંભળી લેજો, મેઘરાજા ધબધબાટી બોલાવશે

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Gujarat News : હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલની (ambalal patel) વરસાદ મુદ્દે વધુ એક આગાહી સામે આવી છે. રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે (Meteorological department) બે દિવસના વરસાદની આગાહી કરી છે. આજથી વરસાદની ગતિમાં વધારો થવાની શક્યતા છે. બે દિવસ પછી રાજ્યભરમાં વરસાદ રહેશે. સૌરાષ્ટ્ર કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે, રવિવારે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ આવી શકે છે. વલસાડ, નવસારી, ડાંગ, નર્મદા, છોટાઉદેપુરમાં છુટોછવાયો વરસાદ રહેશે. બંગાળની ખાડીમાં લો પ્રેસર સિસ્ટમ બની છે, જેના લીધે વરસાદી માહોલ સર્જાયો છે. ગાંધીનગર, વલસાડ, નર્મદા, દાહોદમાં સિઝન કરતા ઓછો વરસાદ થયો છે.

 

અંબાલાલ પટેલની આગાહી

રાજ્યમાં હાલ પવનની અસર જોવા મળી રહી છે. 21 ઓગસ્ટ સુધી રાજ્યના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

 

 

રાજ્યમાં વરસાદની સંભાવના 

અંબાલાલ પટેલે રાજ્યના કેટલાક વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારા વરસાદની શક્યતા છે. આગામી દિવસોમાં રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ થશે.

હવામાન વિભાગે શું આગાહી કરી છે  ? 

ગુજરાતમાં લાંબા સમયથી વરસાદે વિરામ લેતા ખેડૂતો હવે મેઘરાજાની રાહ જોઈ રહ્યા છે. મગફળી, કપાસ, સહિતના પાકમાં હાલ પાણીની જરૂરિયાત ઉભી થઇ છે. આવી સ્થિતિ વચ્ચે ખેડૂતો માટે રાહતરૂપ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં છુટોછવાયો ક્યાંક ધીમીધારે તો ક્યાંક ભારે વરસાદની આગાહી કરી છે.

 

અમદાવાદ, ગાંધીનગર, દાહોદ, મહીસાગરમાં વરસાદની સંભાવના

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયો વરસાદ પડી શકે છે. સુરત, નવસારી, વલસાડમાં સામાન્ય વરસાદ રહેશે. તેમજ તાપી, ભરૂચ, દમણમાં પણ વરસાદી માહોલ જોવા મળશે અને રાજકોટ, જૂનાગઢ, મોરબી, ભાવનગરના ખેડૂતોની પણ આતુરતાનો અંત આવી શકે છે.

 

પેટ્રોલ-ડીઝલ હોય કે શાકભાજી-ફળો… 2024ની ચૂંટણી પહેલા બધાના ભાવ ઘટી જશે, મોદી સરકારે બનાવ્યો માસ્ટર પ્લાન

ટામેટાંનો પાવર હોય તો કાઢી નાખજો! 250, 100નો જમાનો ગયો, હવે મળશે 30 રૂપિયા પ્રતિ કિલો, જાણો ક્યારથી

જામનગરમાં રિવાબા સાથે બોલેલી ધડબડાટી અંગે પૂનમબેન માડમનો ચોંકાવનારો ખુલાસો, કહ્યું – રિવાબાએ ઓવર રીએક્ટ કરી….

 

 

બનાસકાંઠા, સાબરકાંઠા, મોડાસા, પાટણમાં રહેશે વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ અમરેલી, ગીર સોમનાથ, દ્વારકા,અમદાવાદ, ગાંધીનગર, દાહોદ, મહીસાગર અને બનાસકાંઠા, સાબરકાંઠા, મોડાસા, પાટણમાં પણ વરસાદ આવી શકવાની શક્યતા છે.

 

 


Share this Article