Biparjoy cyclone live update: અંબાલાલ પટેલની આગાહીને ગુજરાતીઓ ખુબ માને છે, ત્યારે હવે વાવાઝોડા બિપરજોયને લઈ પણ આગાહી કરવામાં આવી છે. અંબાલાલે કહ્યું છે કે આ વાવાઝોડાની માત્ર કચ્છનાં અને સૌરાષ્ટ્રનાં ભાગોમાં છે એવું નથી. ઓખા, જામનગર, પોરબંદર આ ભાગોની સાથે સાથે કચ્છનાં ભાગો. તેમજ આ વાવાઝોડાની અસર લગભગ ભારતનાં 100 થી 150 જેટલા ગામડાઓમાં રહેશે એવી શક્યતા છે. અમારા પરંપરાગત જ્ઞાન પ્રમાણે જો વાત કરું તો વાવાઝોડાની અસર જબરજસ્ત થતી હોય છે. આ વાવાઝોડાને ઘેરાવો 680 કિલોમીટર રહેશે. તેનાં અલગ અલગ લેયર હોય છે. આ લેયર જોતા એવું લાગે છે કે હવે લગભગ તો પવનની ગતિ ઘટી ગઈ છે. આપણે નિરાંત થઈ ગઈ એવું નથી.
અંબાલાલ પટેલે વાત કરી કે આ લેયરમાં વારંવાર લેયર આવશે. અને આધુનિક જ્ઞાન પ્રમાણે પશ્ચિમ કાંઠે હવાનું દબાણ પણ ઓછું છે. પાકિસ્તાન અને રાજસ્થાનમાં પણ ઓછું છે. બિપોરજોય વાવાઝોડું રાજ્યમાં કાળો કહેર વર્તાવશે. 650 કિમીના વિસ્તારમાં વાવાઝોડું અસર કરશે. રાજ્યનાં દરિયાકાંઠાનાં વિસ્તારોમાં વાવાઝોડાની વધુ અસર થશે. રાજસ્થાન અને પાકિસ્તાનમાં પણ વાવાઝોડાની અસર થશે. દરિયાઈ વિસ્તારમાં પણ વાવાઝોડાની ભારે અસર થશે. બિપોરજોયનાં કારણે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થશે.
આ પણ વાંચો
કૂદરતના ખજાને શું ખોટ પડી? પરિવાર સુતો હતો અને ઘરમાં આગ ભભૂકી, 5 બાળકો સહિત 6 બળીને ખાખ થઈ ગયાં
ઉલ્લેખનીય છે કે અત્યારે દેશભરમાં ચર્ચાનો સૌથી મહત્વનો મુદ્દો માત્ર બિપરજોય તોફાન જ રહ્યો છે. દેશના ગૃહમંત્રી, દેશના સંરક્ષણ મંત્રી, ત્રણેય સેના પ્રમુખ, NDRF, SDRF, ગુજરાતના મુખ્યમંત્રી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને હવામાન વિભાગ સાથે જોડાયેલા દરેક કર્મચારી, આ સમયે બધાની નજર માત્ર બિપરજોય વાવાઝોડા પર છે. . કેટલાય દાયકાઓથી દેશમાં વાવાઝોડાની તબાહી જોનારા લોકોના મનમાં પ્રશ્ન એ છે કે શું ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકનાર વાવાઝોડું તબાહી સર્જશે? હવામાન વિભાગ અલગ-અલગ સમયે આ ચક્રવાતને લઈને સતત બુલેટિન જારી કરી રહ્યું છે.