Gujarat Weather: અંબાલાલ પટેલની નવી આગાહી પ્રમાણે વાત કરીએ તો બંગાળની ખાડીમાં 7 થી 26 ઓક્ટોબર દરમિયાન 3 ચક્રવાત સર્જાશે. 7મી પછી બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાશે જે 10મીથી 14મી તારીખની વચ્ચે ગંભીર વાવાઝોડાનું રૂપ ધારણ કરશે.
પછી 17 થી 20 તારીખે બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું સર્જાશે. ત્યારબાદ 26 ઓક્ટોબરે બંગાળની ખાડીમાં ત્રીજું ચક્રવાત સર્જાશે. હવે અંબાલાલ પટેલનું કહેવું છે કે બંગાળની ખાડીમાં સર્જાયેલા 3 ચક્રવાતને કારણે ગુજરાતમાં વરસાદ ખાબકશે.
14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની મેચ રમાશે. આ સાથે જ અંબાલાલ પટેલની આગાહી મુજબ ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપ અને નવરાત્રીમાં પણ મેઘરાજા આગમન કરશે અને મજા બગાડી શકે છે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ વરસાદ વર્લ્ડકપ અને નવરાત્રિની પ્રથમ મેચમાં ખાબકશે. આગાહી પ્રમાણે 10 થી 14 ઓક્ટોબર દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડશે.
Petrol Diesel Prices: ભારતમાં કેટલીય જગ્યાએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા, જાણો ગુજરાતમાં ઘટ્યા કે વધ્યા
14 ઓક્ટોબરે વાતાવરણ વિશે વાત કરતાં અંબાલાલ જણાવે છે કે ગુજરાતમાં વાદળછાયું આકાશ અને વરસાદની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 7મીએ વરસાદ પડવાની પ્રબળ શક્યતા છે. 17 થી 20 ઓક્ટોબર દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે ગુજરાતમાં ક્યારે અને કેવો વરસાદ ખાબકશે.