અંબાલાલ પટેલે ખેડૂતો માટે મોટી વાત કરી છે. હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે અલનિનોની અસરના કારણે વરસાદની સ્થિતિ બરાબર રહી શકશે નહીં. સિસ્ટમ નથી બની રહી છતાં વરસાદ ઝાપટાં પડવાની શક્યતા રહેશે. તારીખ 24થી 26 ઓગસ્ટના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે હળવા ઝાંપટા પડવાની શક્યતા રહેશે. 29થી 31 ઓગસ્ટના વરસાદી ઝાંપટા વધશે.
29 ઓગસ્ટ આસપાસ બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે. પટેલે વાત કરી કે હાલ તો કૃષિ પાકને જરૂર હોય તો પિયત કરી દેવુ સારુ રહેશે. કારણ કે કોઈ સિસ્ટમ નથી અને લોકલ સિસ્ટમથી માત્રા મધ્યમથી ભારે ઝાંપટા આવી શકે.
તો વળી આગળ વાત કરતાં અંબાલાલે કહ્યું કે અરબ સાગર અને બંગાળના ઉપસાગરનો ભેજ ખેંચી લેશે એટલે ભારતના ચોમાસાને કમજોર કરતું જણાશે. ચક્રવાત 3થી 4 સપ્ટેમ્બરમાં બંગાળની ખાડીમાં આવીને લો પ્રેશર સર્જાવવાની શક્યતા રહેશે.
એટલે ભારતનું ચોમાસું 29 ઓગસ્ટથી સપ્ટેમ્બરની શરુઆતમાં કાંઈક અંશે સક્રિય થઇ શકે છે. અંબાલાલ પટેલે સપ્ટેમ્બર મહિના વિશે વાત કરી કે 9થી 11 સપ્ટેમ્બરમાં ઝાંપટા પડશે. 13 સપ્ટેમ્બરથી ગરમી વધશે અને કોઈ કોઈ ભાગમાં ઝાંપટા પડશે. આ ઝાંપટા 19 થી 20 સપ્ટેમ્બર સુધી પડી શકે છે. 26થી સપ્ટેમ્બર સુધી 10 ઓક્ટોબર સુધીમાં કોઈ કોઈ ભાગમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
જો PAN-આધાર લિંક નહીં હોય તો તમારો પગાર બેંક ખાતામાં જમા નહીં થાય! જલ્દી જાણી લો મહત્વપૂર્ણ માહિતી
આ અઠવાડિયામાં મેઘો ખાબકશે કે કેમ? ક્યાં કેવું વાતાવરણ રહેશે, જાણી લો નવી આગાહીમાં ચોંકાવનારી વાત
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં વરસાદની રાહ જોવાઈ રહી છે. પરંતુ સારો વરસાદ આવે તેવા કોઈ એંધાણ દેખાઇ નથી રહ્યા. કારણ કે, હાલ કોઈ સિસ્ટમ સક્રિય નથી. લોકલ સિસ્ટમના કારણે માત્ર વરસાદી ઝાંપટા આવશે એવા અનુમાન લગાવી દેવામાં આવ્યા છે. ઓગસ્ટમાં તો સારો વરસાદ થયો નથી પરંતુ સપ્ટેમ્બરમાં પણ સારા વરસાદના એંધાણ દેખાતા નથી.