અંબાલાલ પટેલે કરી ઘાતક આગાહી, સપ્ટેમ્બર મહિનામાલ ગરમી પડશે કે વરસાદ? અહીં જાણી લો કેવું રહેશે હવામાન

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

ગુજરાતમાં (gujrat) ઓગસ્ટ મહિનો કોરો જઈ રહ્યો છે. દર વર્ષની સરખામણીમાં આ વર્ષે ઓગસ્ટ મહિનામાં 85 ટકા ઓછો વરસાદ પડ્યો છે. હાલ ગુજરાતમાં એક પણ સિસ્ટમ સક્રિય નથી, જેના કારણે આજે ભારે વરસાદની કોઈ સંભાવના નથી. જોકે, સપ્ટેમ્બરમાં સારા વરસાદના એંધાણ છે. ત્યારે ગુજરાતમાં સારા વરસાદ માટે હજુ થોડી રાહ જોવી પડશે.

પ્રાપ્ત વિગતો અનુસાર, કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી સારા વરસાદની હાલ શક્યતા ન હોવાનું હવામાન વિભાગનું કહેવું છે. જોકે, હવામાન નિષ્ણાંતો (Meteorologists) કહી રહ્યા છે કે ઓગસ્ટ મહિનો કોરો ગયા બાદ સપ્ટેમ્બરની શરૂઆતમાં વરસાદ પડી શકે છે. ગુજરાતમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંતની આગાહી સામે આવી છે.

 

અંબાલાલ પટેલે (ambalal patel) જણાવ્યું છે કે, આગામી સમયમાં દેશમાં સારો વરસાદ થઈ શકે છે. સપ્ટેમ્બરના બીજા સપ્તાહથી ગુજરાતમાં વરસાદ થઈ શકે છે. 4થી 10 સપ્ટેમ્બર ગુજરાતનું હવામાન પલટાઈ શકે છે. સિસ્ટમ સક્રિય થવાથી 4થી 6-7 સપ્ટેમ્બર દરમિયાન ઓરિસા, ઝારખંડ સહિત દેશના પૂર્વ ભાગમાં ભારે વરસાદ થવાની સંભાવના હોવાનું અનુમાન કર્યું છે. આ ભારે ભરખમ સિસ્ટમના કારણે કેટલાક ભાગોમાં પૂર આવવાની શક્યતાઓ હોવાની પણ આગાહી કરવામાં આવી રહી છે.

 

સપ્ટેમ્બરની શરુઆત તથા 7-10 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં વરસાદ થવાની શક્યતાઓ છે. આ સાથે તેમણે અરબી સમુદ્રમાં પણ એક સિસ્ટમનું નિર્માણ થવાની આગાહી કરીને વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે. 10-15 સપ્ટેમ્બર અરબ સાગરમાં લો પ્રેશર બનશે. સપ્ટેમ્બરમાં ચોમાસા જેવા વરસાદની સંભાવના છે.

 

 

લગ્નમાં જાનૈયા અને માનૈયા વચ્ચે આ એક બાબતે મહાભારત છેડાયું, તલવાર નહીં પણ ખુરશીએ-ખુરશીએ જંગ છેડાઈ, જૂઓ વીડિયો

ડાકોરમાં VIP દર્શનને લઈ સૌથી મોટા સમાચાર, આ લોકોને મફતમાં જ દર્શન કરવાં મળશે, બીજાં બધાને ચાર્જ આપવાનો

ગુજરાતમાં વરસાદ ખરેખર નહીં આવે કે મેઘરાજા કૃપા કરશે? જાણો હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લો ખાસ જાણે

 

ગુજરાતમાં સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં સારો વરસાદ આવી શકવાની સંભાવના છે. દેશના કેટલાક ભાગોમાં 100% વરસાદ થઈ શકે છે. બંગાળના ઉપસાગરમાં હલચલ થતાં ગુજરાતમાં સપ્ટેમ્બરમાં સારો વરસાદ થઈ શકે છે. બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બનશે. દક્ષિણ મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. 10 થી 14 સપ્ટેમ્બરના અરબી સમુદ્રમાં પણ સિસ્ટમ બનશે. આ બે સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદની શક્યતા રહેશે. મધ્યપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતાના અલગ-અલગ વિસ્તારમાં વરસાદ થવાની શક્યતા છે.

 


Share this Article