હાલમાં બિપોરજોય વાવાઝોડાને લઈ ગુજરાતમાં હાહાકાર મચી ગયો છે. તો બીજી તરફ બિપોરજોય વાવાઝોડાને લઈને ગુજરાતનું વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. વાવાઝોડું પોરબંદરના દરિયાકિનારાથી 870 કિમી દૂર હોવાના તાજા સમાચાર પણ મળી રહ્યા છે. ત્યારે અરબી સમુદ્રમાં સર્જાયેલું બિપોરજોય નામનું વાવાઝોડું હજી વધારે તાકાતવર બનશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જો કે હવે અંબાલાલ પટેલે પણ એક આગાહી કરી છે અને જેમાં વરસાદ વિશે કહેવામાં આવ્યું છે.
અંબાલાલ પટેલે વાવાઝોડાને લઈ આગાહી કરી છે કે દરિયા કાંઠાના વિસ્તારોમાં વાવાઝોડાની અસર રહેવાની છે. રાજ્યના પશ્ચિમ કાંઠાના ભાગોમાં વાવાઝોડાની અસર દેખાશે. વાવાઝોડાની અસર રૂપે ગુજરાતમાં વરસાદ જોવા મળશે. ગુજરાતમાં વરસાદની આગાહી કરવામા આવી છે. તેમણે જણાવ્યું કે, આ વાવાઝોડાના કારણે કચ્છ, રાજસ્થાનના ભાગોમાં વરસાદ થશે. આગામી 14 અને 15 જૂન સુધીમાં વરસાદ થશે. સાથે દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે. હાલમાં સરકારે તમામ અધિકારીઓને હેડક્વાર્ટર પર જ રહેવાની સૂચના આપવામાં આવી છે. દરિયા કાંઠાના ગામડાઓની સ્થિતિ પર સતત નજર રખાઈ રહી છે. SDRFની ટીમો સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
આ પણ વાંચો
2000 Note: 1.80 લાખ કરોડની 2000ની નોટો RBI પાસે જમા થઈ ગઈ, હવે RBI આ નોટનું શું કરશે?
’17 વર્ષની ઉંમરે પણ છોકરીઓ બાળકને જન્મ આપતી હતી, કારણ કે…. ગુજરાત હાઈકોર્ટના જજે વકીલને કહ્યું
બિપરજોય વાવાઝોડું ભારતની એકદમ નજીક પહોંચી ગયું, ગુજરાત સહિત આટલા રાજ્યો માટે મોટો ખતરો, એલર્ટ જારી
હવામાન વિભાગે પણ કહ્યું છે કે આ ચક્રવાતી તોફાન આવતીકાલે ભારે સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા છે. તેની સૌથી વધુ અસર કેરળ-કર્ણાટક અને લક્ષદ્વીપ-માલદીવમાં જોવા મળશે. આ સાથે જ કોંકણ-ગોવા-મહારાષ્ટ્રના દરિયાકાંઠે આજથી 10 જૂન સુધી દરિયામાં ખૂબ ઊંચા મોજા ઊછળવાની સંભાવના છે. વાવાઝોડાની સંભવિત અસર ગુજરાતના દરિયાકાંઠે 11થી 13 જૂન દરમિયાન વર્તાશે. ત્યારે હવે જોઈએ કે આખરે આ વાવાઝોડું આવે છે કેમ અને કેટલી તબાહી મચાવે છે.