Gujarat Weather Update: અંબાલાલ પટેલે શિયાળાની ઠંડી અને વરસાદને લઈ નવી આગાહી કરતાં જણાવ્યું કે, આ વર્ષે નવેમ્બર અને ડિસેમ્બરની શરૂઆતમાં શિયાળો હુંફાળો રહેશે. આ વર્ષે શિયાળો અલ નિનોના કારણે થોડો મોડો શરૂ થશે. ગુજરાતની વાત કરીએ તો આ વર્ષે નલિયાનું તાપમાન 7 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે. ફેબ્રુઆરીના અંત સુધી અને માર્ચના શરૂઆતમાં ગુલાબી ઠંડી રહેશે.
અંબાલાલે આ સાથે જ વાત કરી કે 26 ઓક્ટોબરથી હવામાનમાં ફેરફાર થતા સવારે ઠંડક રહેશે. આ દિવસોમાં રોગિસ્ટ ઋતુનો પ્રભાવ ઘટશે અને સમૃદ્રમાં વરસાદ વધુ થશે. તો વળી ભારતીય હવામાન વિભાગે મોટી ભવિષ્યવાણી કરી છે કે, નવેમ્બર મહિનામાં કમોસમી વરસાદ આવશે. નવેમ્બર મહિનામાં દેશના અનેક ભાગોમાં વરસાદ આવી શકે છે. આ સમયે ઠંડી ગરમીનું વાતાવરણ ફરી જોવા મળશે.
આગામી 5 દિવસને લઈને વરસાદ વિશે હવામાન વિભાગે આગાહી કરી કે, આગામી પાંચ દિવસમાં શહેર અને રાજ્યમાં વરસાદની કોઈ શકયતા નહિવત છે. રાજ્યમાં તાપમાન યથાવત રહેશે.
એક ફોન કોલ અને એલ્વિશ યાદવ ફસાઈ ગયો, સાપના ઝેર સાથે રેવ પાર્ટી પર પોલીસનો સૌથી મોટો ઘડાકો
આગામી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. તેમજ દિવસ દરમિયાન 35 થી 37 ડિગ્રી તાપમાન રહેશે, તો રાત્રે 20 થી 21 ડિગ્રી આસપાસ રહેશે. ક્યાંક 18 ડિગ્રી તાપમાન પણ નોંધાઇ રહ્યું છે. લઘુતમ અને મહત્તમ તાપમાનમાં યથાવત રહેશે.