Gujarat News: વાવાઝોડાને લઈ અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. અંબાલાલનું કહેવું છે કે મિચોંગ વાવાઝોડાની ગુજરાત પર અસર થવાની શક્યતા છે. જેને લઈને ગુજરાતના પૂર્વીય ભાગોમાં વરસાદ પડી શકે અને કરાં પડવાની પણ શક્યતા જોવામાં આવી રહી છે.
અંબાલાલનું કહેવું છે કે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે અસર થશે. અરવલ્લી, પંચમહાલમાં વાવાઝોડાની અસર થશે એ વાત હાલમાં નક્કી કરવામાં આવી રહી છે. દરિયાકાંઠાનાં ભાગોમાં વાવાઝોડાની અસર થશે એવું પણ અંબાલાલનું કહેવું છે. ત્યારે આગામી સમયમાં ગુજરાતમાં પણ મેઘરાજા દસ્તક દેશે અને તબાહી મચાવી શકે છે.
ચક્રવાતી તોફાન મિચોંગના કારણે તમિલનાડુની રાજધાની ચેન્નાઈ તેમજ અન્ય અનેક જિલ્લાઓમાં તબાહીના દ્રશ્યો જોવા મળ્યા હતા. એરપોર્ટથી સબવે સુધી પાણી ભરાવાને કારણે થંભી ગયો હતો. ચક્રવાતને કારણે તમિલનાડુ અને પુડુચેરીમાં ભારે વરસાદ થયો હતો. ચેન્નાઈમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 17 લોકોના મોત થયા છે. જ્યારે કરોડોની સંપત્તિને નુકસાન થયું છે.
હાલમાં રાહતની વાત એ છે કે ચેન્નાઈમાં વરસાદ ઓછો થયો છે અને શહેરના ઘણા ભાગોમાં બચાવ કામગીરી ચાલી રહી હોવાથી ફ્લાઈટ અને ટ્રેન કામગીરી પાટા પર આવી ગઈ છે. દરમિયાન ભારતીય હવામાન વિભાગ (IMD) એ મંગળવારે જણાવ્યું હતું કે ચક્રવાત મિચોંગનો અભિગમ પૂર્ણ થઈ ગયો છે, જ્યારે ઓડિશા અને પૂર્વ તેલંગાણાના દક્ષિણ જિલ્લાઓ એલર્ટ પર છે.
રેવંત રેડ્ડી હશે તેલંગાણાના આગામી સીએમ, કોંગ્રેસ હાઈકમાન્ડે આપી મંજૂરી, 7 ડિસેમ્બરે લેશે શપથ
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ 15 વર્ષ પછી બંધ? આસિત મોદીએ BOYCOTT ટ્રેન્ડ પર તોડ્યું મૌન, કહ્યું સત્ય!
ભારતીય વાયુસેના (IAF)ના ચેતક હેલિકોપ્ટરને ચેન્નાઈમાં પૂર રાહત કામગીરી માટે તૈનાત કરવામાં આવ્યા છે. આંધ્રપ્રદેશ, તમિલનાડુ, તેલંગાણા અને પુડુચેરીમાં કુલ 29 NDRF ટીમોને રાહત અને બચાવ કામગીરી માટે તૈનાત કરવામાં આવી છે.