ગુજરાતમાં જૂન અને જુલાઈ મહિનામાં અનરાધાર વરસાદ વરસ્યો હતો. આ બે મહિનામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તો મેઘરાજાએ તબાહી મચાવી દીધી હતી અને લોકો રોકાઈ જવાનું કહેતા હતા એવો તોફાની વરસાદ જોવા મળ્યો હતો. પરંતુ ઓગસ્ટ મહિનામાં મેઘરાજા મૂડમાં જ ન હોય એ રીતે ખાસ વરસાદ વરસ્યો નથી. ત્યારે હવે અંબાલાલ પટેલની નવી આગાહીથી લોકોના જીવમાં જીવ આવ્યો છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈ આગાહી કરી કે હાલ રાજ્યમાં સારા વરસાદની શક્યતા નહીવત છે. 27થી 30 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા ઝાપટાં પડશે. તો વળી ગરમીની આગાહી કરતા તેઓએ જણાવ્યું છે કે, 28 ઓગસ્ટથી દેશમાં ગરમી વધવાની શક્યતા છે. ચીનના હોંગકોંગ તથા પૂર્વી ભાગમાં ચક્રવાત બની રહ્યું છે. અરબ સાગર અને બંગાળના ઉપસાગરનો ભેજ ચક્રવાત તરફ ખેંચાશે.
ઓછા બજેટમાં આટલી મોટી સફળતાથી દુનિયા પણ આશ્ચર્યચકિત થઈ, ઈસરોએ કેવી રીતે કરી બતાવી આ અજાયબી?
શાહરૂખ સલમાન પણ જોતા રહી ગયા, ગદર-2 હિટ થયા બાદ સની દેઓલની ફીમાં તોતિંગ વધારો, જાણો હવે કેટલા લે છે!
બહેન જો રક્ષાબંધનના દિવસે આ એક ઉપાય કરી નાખે તો ભાઈ બની જશે કરોડપતિ, જલ્દી જાણી લો
અબાલાલ પટેલે આગળ પોતાની વાત કરી કે અલનીનોની અસરખથી હિંદ મહાસાગરનું હવામાન સાનુકુળ હોવા છતાં વરસાદ થતો નથી. પૂર્વીય દેશોના ચક્રવાતની ગતિવિધિ મંદ પડ્યા બાદ વેલમાર્ક લૉ પ્રેશર બનશે. સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં સારા વરસાદની શક્યતા છે. 13 સપ્ટોમ્બરે ઉનાળા જેવી ગરમી પડવાની પણ સંભાવના છે.