ગુજરાતમાં ક્યારથી પડશે ગાત્રો થીજવતી ઠંડી? સ્વેટર-ધાબળા કાઢી રાખજો… અંબાલાલની ખતરનાક આગાહી

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Ambalal Patel Forecast For Winter : ગુજરાતમાં (gujrat) શિયાળાના (winter ) આગમનને લઈને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની (ambalal patel) મોટી આગાહી બહાર આવી છે. વાત જાણે એમ છે કે રાજ્યમાં નવરાત્રિના અંતિમ દિવસોમાં ખેલૈયાઓએ રાત્રે ઠંડીનો ચમકારો અનુભવ્યો હતો. હાલ રાજ્યમાં બપોરે ગરમી અને રાત્રે ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં રાત્રિનું લઘુતમ તાપમાન 20થી 22 ડિગ્રી રહેશે. આવતા અઠવાડિયાથી તમને ઠંડીનો અનુભવ થશે. ઉત્તર ભારતમાં હિમવર્ષા બાદ ગુજરાતમાં ઠંડી વધશે.

 

 

અંબાલાલ પટેલની આગાહી

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલનું કહેવું છે કે અલ નીનોના કારણે આ વર્ષે શિયાળો થોડો મોડો શરૂ થશે. 22 ડિસેમ્બર બાદ ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થશે. આ પછી ગુજરાતમાં ઠંડીની શરૂઆત થશે. આ વર્ષે જાન્યુઆરીમાં ઠંડી રહેશે. લઘુત્તમ તાપમાન ૧૦ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી રહેવાની શક્યતા છે. ગુજરાતની વાત કરીએ તો આ વર્ષે નલિયાનું તાપમાન 7 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે. ફેબ્રુઆરીના અંતમાં અને માર્ચની શરૂઆતમાં ગુલાબી ઠંડી રહેશે.

 

 

બે છોકરીએ બાઈક પર શરમ નેવે મૂકી, હેન્ડલ છોડી દઈ હગ કરી લિપ કિસ કરી, VIDEO જોઈ લોકોનું માથું ફરી ગયું

ભારતીય નેવીમાં નોકરીની મોટી તક, પગાર પણ 50,000 હજારથી વધુ, કાલે જ છેલ્લો દિવસ છે જલ્દી અરજી કરી દો

દિવાળી પહેલા કેમ ચોધાર આંસુડે રડાવી રહી છે ડુંગળી? અહીં સમજો મોંઘી થવા પાછળનું આખું ગણિત

 

રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા નહીં: હવામાન વિભાગ

હવામાન વિભાગના નિયામક ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે રાજ્યમાં હાલ બેવડી સિઝન ચાલી રહી છે. હાલ ટ્રાન્ઝિટ પિરિયડ ચાલી રહ્યો છે. પરંતુ થોડા જ દિવસોમાં તમે વાતાવરણમાં ઠંડકનો અનુભવ કરવા લાગશો. આગામી 15 દિવસ સુધી રાજ્યમાં હવામાન મિશ્ર રહેશે. તેથી શિયાળો થોડો મોડો આવશે. ઠંડી માટે તમારે 15 દિવસ રાહ જોવી પડશે. રાજ્યમાં હાલ કમોસમી વરસાદની કોઈ શક્યતા નથી.

 

 

 

 

 


Share this Article