cyclone biporjoy live updates: અંબાલાલ પટેલે હવે ફરીથી નવી આગાહી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે, સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં વાવાઝોડાની વધારે અસર થશે. ઉત્તર ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાત સુધી વાવાઝોડાની ભારે અસર દેખાશે. આજથી 2 દિવસ આંધી વંટોળનું પ્રમાણ વધુ રહેશે.
અંબાલાલે આગળ વાત કરી છે કે ગાજવીજ અને થંડરસ્ટ્રોમ સાથે વાવાઝોડું ગુજરાતમાં એન્ટ્રી આવશે. વાવાઝોડા દરમિયાન થંડરસ્ટ્રોમનું પ્રમાણ પણ ભયાનક રહેવાની ભીતી છે. વાવાઝોડામાં માલહાનિની શક્યતા હોવાથી તકેદારી રાખવાની અંબાલાલ દ્વારા સલાહ આપવામાં આવી છે. હાલમાં જોવા જઈએ તો અરબી સમુદ્રમાં સર્જાયેલું બિપોરજોય વાવાઝોડું વધુ પ્રચંડ બની રહ્યું છે. આ વાવાઝોડાનો ઝુકાવ ગુજરાત તરફ જોવા મળી રહ્યો છે.
જો કે હવે બિપરજોયને લઈને અત્યારનું મોટું અપડેટ સામે આવ્યું છે. બિપરજોય વાવાઝોડું પોરબંદરથી 340 કિલોમીટર અને દ્વારકાથી 380 કિલોમીટર જ દૂર છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અરબી સમુદ્રમાં સક્રિય શક્તિશાળી વાવાઝોડું બિપોરજોય માંડવી આસપાસ લેન્ડફોલ કરશે. સાથે જ વાવાઝોડું ટકરાશે ત્યારે પવનની ગતિ 150 કિમીની આસપાસ રહી શકે છે. તો વળી અંબાલાલે પણ બધાને ચેતવણી આપી છે કે આ વાવાઝોડાને કોઈએ હળવાશથી લેવાની જરૂર નથી. પરંપરાગત મૃક્ષિક નક્ષત્રમાં આ વાવાઝોડું આવી રહ્યું છે.
આ પણ વાંચો
‘બિપરજોય’ વાવાઝોડાએ ભલભલાના ધબકારા વધારી દીધા, 6 જિલ્લામાં સૌથી વધારે ઘાતક ખતરો, મેઘરાજા તૂટી જ પડશે
વાવાઝોડાને લઈ જાણો આખો ઈતિહાસ, જાણો વાવાઝોડું કઈ રીતે આવે? કઈ રીતે નુકસાન કરે? બધી જ માહિતી
અંબાલાલે કહ્યું છે કે બિપરજોય વાવાઝોડું વધુ ભયાનક રહેવાની શક્યતા છે. માંડવીની આસપાસ વાવાઝોડાના લેન્ડફોલ થવાની શક્યતા છે. વાવાઝોડા દરમિયાન 150 કિમીની ઝડપે પવન ફૂંકાશે. તો વળી ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.