એક તરફ હવામાન વિભાગે આગાહી કરી હતી કે આગામી ચાર દિવસ અમદાવાદમાં મહત્તમ તાપમાન 3થી 4 ડિગ્રી વધીને 37 ડિગ્રીએ પહોંચે તેવી શક્યતા છે. તો હવે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ફેબ્રુઆરીનાં અંતિમ સપ્તાહમાં ચાર દિવસ માવઠું પડે એવી આગાહી કરતાં ખેડૂતોની ચિંતાનો પાર નથી રહ્યો. 13મી ફેબ્રુઆરીએ એટલે આજે વાદળછાયું વાતાવરણ રહેશે. 19 ફેબ્રુઆરીથી ગરમીનો પ્રકોપ જણાશે એવી વાત અંબાલાલ પટેલે કરી છે.
અંબાલાલ પટેલે કહ્યું છે કે ફેબ્રુઆરીના અંત સુધીમાં તાપમાન 38 ડિગ્રી થઈ જશે. માર્ચમાં ગરમીનો પારો 40 ડિગ્રી પર પહોંચે તો પણ નવી નવાઈ નહીં. અંબાલાલ પટેલના અનુમાન પ્રમાણે રાજ્યમાં ધીમે ધીમે ગરમી વધવાની હવે શરૂઆત પણ દેખાવા જઈ રહી છે અને ધીમે-ધીમે ગરમીનું પ્રમાણ આસમાને પહોંચી જશે. જો કે અંબાલાલ પટેલે ગરમી સાથે ગુજરાતમાં ફરી માવઠાની આગાહી કરતાં લોકો ધ્રુજી ઉઠશે.
લગ્ન નથી થતાં, ભગવાન અમારી મદદ કરો… 200 કુંવારાઓ ત્રણ દિવસની અનોખી પદયાત્રા પણ નીકળશે
અંબાલાલ પટેલે જણાવ્યુ કે, 22થી 26 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં કમોસમી વરસાદ ખાબકશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પશ્ચિમ ગુજરાતમાં હળવા અમી છાંટણા પડવાની શક્યતા છે. જેના કારણે ખેડૂતોમાં ફરીથી ચિંતાનાં વાદળ ઘેરાતા જોવા મળ્યા છે. ગુજરાતમાં 22થી 26 ફેબ્રુઆરી એમ પાંચ દિવસ દરમિયાન માવઠાની શક્યતા અંબાલાલે વ્યક્ત કરી છે.