અંબાલાલ પટેલની મહા ભયંકર આગાહી, ગુજરાતમાં ફરી બદલાશે હવામાન, કયા વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ?

Desk Editor
By Desk Editor
Share this Article

Gujarat Weather: ગુજરાતમાં જાન્યુઆરી મહિનામાં એકવાર તો માવઠું આવી ગયું, ત્યારે હવે ફરીથી કમોસમી વરસાદની આગાહી આવી ગઈ છે. ભૂમધ્ય સાગરમાં ફરી એકવાર ચક્રવાત આવવાનો છે. જેની અસર ભારતના પશ્ચિમભાગ ઉપર અસર થશે, પરંતુ ગુજરાત પર તેની અસરથી કમોસમી વરસાદ આવશે.

આગામી તારીખ 24 થી 26 જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં જોવા મળશે. જેની અસરના ભાગ રૂપે કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્માં વરસાદની શક્યતા છે. જયારે ગુજરાતનાં અન્ય ભાગોમાં વાદળવાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે. 17-19 જાન્યુઆરીએ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેના કારણે રાજ્યમાં વાદળવાયુ વાતાવરણ રહેશે.

આગામી સમયમાં ઠંડી કેવી રહેશે. રાજ્યમાં હાલ ઉત્તર-ઉત્તરપૂર્વના પવન ફૂંકાઇ રહ્યા છે. સામાન્ય રીતે ઉતર તરફના પવન ફૂંકાય ત્યારે ગુજરાતમાં કડકડતી ઠંડી પડતી હોય છે. પરંતુ ચાલુ વર્ષે ઠંડીનો ચમકારો માત્ર થોડા દિવસ જ રહ્યો છે અને તે પણ ભારે પવનના કારણે ઠંડીનો અહેસાસ થયો હતો પરંતુ તાપમાન સામાન્ય રહ્યુ છે.

રાજ્યમાં ઠંડીમાં વધઘટ થઈ

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, રાજ્યમાં ઠંડીનો ચમકારો વધઘટ થઈ રહ્યો છે. ગુજરાતના કેટલાક શહેરોમાં તાપમાનનો પારો ઉંચકાયો તો કેટલાકમાં ગગડ્યો છે.અમદાવાદમાં તાપમાન 3 ડિગ્રી ઊંચકાયું છે. તો સૌરાષ્ટ્રમાં તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી ગગડ્યો છે. 9.4 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે. ભારતમાં હિમ વર્ષાને પગલે ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત્ રહ્યો છે અને ગત રાત્રિએ ૯ શહેરમાં સરેરાશ લઘુતમ તાપમાનનો પારો ૧૫ ડિગ્રીથી નીચે નોંધાયો હતો.

અંબાલાલ પટેલની આગાહી

અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યુ છે કે, 20થી 22 જાન્યુઆરી દરમિયાન વાદળછાયું વાતાવરણ ગુજરાતમાં બની શકે છે. આ અરસામાં દેશના ઉત્તરભાગમાંથી પર્વતિય પ્રદેશોમાંથી આવતા ઠંડા પવનોના કારણે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં ઠંડીનો રાઉન્ડ આવવાની શક્યતાઓ છે. જેમાં જસદણ, ગોંડલ, સુરેન્દ્રનગર, ઉપલેટા, મોરબી જેવા ભાગોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી પહોંચી શકે છે.

Ayodhya: સામાન્ય માણસ ક્યારે રામ મંદિરના દર્શન કરી શકશે, શું કોઈ ફી લાગશે? જાણો દરેક પ્રશ્નનો જવાબ અહીં

‘શુભ મુહૂર્ત આવી ગયું છે’, ‘અયોધ્યા ધામ તૈયાર છે…’ જુઓ પ્રાણ પ્રતિષ્ઠા પહેલા પોસ્ટરોથી ઢંકાયેલી રામનગરી

“બધાને જય શ્રી રામ..” અયોધ્યા રામ મંદિરમાં 14 વર્ષની દીકરીએ આપ્યું 52 લાખનું દાન, સુરતની ભાવિકા મહેશ્વરીએ આપ્યું દાન

તથા આગામી 25થી 26 જાન્યુઆરીથી મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન 25 ડિગ્રી સુધી જવાની શક્યતા રહેશે. જ્યારે 25થી 28 જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે. 26 જાન્યુઆરીએ વાદળછાયું વાતાવરણ રહેશે. દેશના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. જેની અસરના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને ઠંડી ગાયબ થઇ હોય તેવું જણાશે. 7 ફેબ્રુઆરીથી હવામાનમાં પલટો આવી શકે છે. 10 ફેબ્રુઆરીથી રાજ્યના ભાગોમાં સવારે ઠંડી આવવાની શક્યતા રહેશે. જ્યારે 12થી 14 ફેબ્રુઆરીએ પણ ઠંડી રહી શકે.


Share this Article