અંબાલાલ પટેલે ફરીથી વરસાદને લઈ કરી ઘાતક આગાહી, જાણો જુલાઈમાં અને જૂનના છેલ્લા દિવસોમાં મેઘો કેવો મંડાશે

Lok Patrika Desk
By Lok Patrika Desk
varsad
Share this Article

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યમાં સરેરાશ અત્યાર સુધીનો 13.45 ટકા વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા પણ આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. જૂનાગઢ , ગીર સોમાનાથ, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ,માં ભારે વરસાદની આગાહી છે. જ્યારે નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદની આગાહી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 25થી 30 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું હતું. જોકે, અંબાલાલ પટેલનું અનુમાન સચોટ પણ રહ્યું છે અને ગુજરાતમાં વરસાદ થઈ રહ્યો છે. આવામાં અંબાલાલ પટેલે જૂન અને આવનાર જુલાઈ મહિનામાં ક્યારે વરસાદ પડશે, તેનું અનુમાન જાહેર કર્યું છે.

varsad

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે કે, આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ થશે. જેમાં સુરત, ભરૂચ, જૂનાગઢ, જામનગર, રાજકોટ, કચ્છના કેટલાક ભાગો ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગો વડોદરા, આણંદ, પંચમહાલના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. સાબરકાંઠા બનાસકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. 48 કલાકમાં ભારે વરસાદ થશે અને 1 જુલાઈ સુધીમાં નદી નાળા છલકાય જાય તેવો વરસાદ થવાનું અનુમાન છે. જૂનના અંતમાં વરસાદ થઇ રહ્યો છે, પણ જુલાઈ મહિનામાં પણ વરસાદ જમાવટ કરશે.

varsad

આ પણ વાંચોઃ

ગુજરાતના અનેક રસ્તાઓ તળાવમાં ફેરવાયા, વાહનો અટવાયા, કેટલાય કિલોમીટર સુધી ટ્રાફિક જામ, દરેક જિલ્લામાં મુસીબતનો પાર નહીં

આ વર્ષે ગુજરાતમા કેટલો અને ક્યાં સુધી વરસાદ પડશે, કેવુ રહેશે ચોમાસું? વરતારો જાણીને ચોંકી જશો, આ રીતે નકકી થાય

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, જૂન મહિનાના અંતમાં વરસાદ થઇ રહ્યો છે અને જુલાઈના પહેલા સપ્તાહમાં પણ વરસાદ રહેવાનું અનુમાન છે. જુલાઈ મહિનાની 8 જુલાઈ સુધીમાં રાજ્યના ભાગોમાં વરસાદી માહોલ રહેશે. જ્યારે 18-19 જુલાઈએ પણ વરસાદની શક્યતા રહેશે. ઉત્તર ભારતના ભાગોમાં 18થી 20માં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. આ અસારમાં કાતરા નામની જીવાત પડે તો તે ભાગોમાં વરસાદનું પ્રમાણ ઓછું રહી શકે છે.


Share this Article