ગુજરાતને ઘણા નવા નવા રોડ-રસ્તાઓ અને બ્રિજ મળી રહ્યા છે ત્યારે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ શહેરને એક મોટી ભેટ આપી છે જેના કારણે ટ્રાફિકની સમસ્યામાં ઘણી મુશ્કેલીનું નિવારણ થઈ ગયું છે. લોકોને રાહત મળશે. શાહે AMC અને ઔડાના 154 કરોડના વિકાસકાર્યોની ભેટ આપી હોવાની માહિતી મળી રહી છે. જેમાં 97 કરોડના ખર્ચે તૈયાર થયેલા સનાથલ ઓવરબ્રિજનું પણ આજે લોકાર્પણ થયું. આ બ્રિજના લોકાર્પણથી વાહન ચાલકોના સમય, શક્તિ અને ઈંધણમાં પણ મોટી બચત કરશે.
કેન્દ્રીય ગૃહ-સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે સનાથલ જંક્શન, અમદાવાદ ખાતે ઓવરબ્રિજનું ઇ-લોકાર્પણ..#Gujarat #Ahmedabad #Overbridge pic.twitter.com/wKZN0Bef7f
— Gujarat Information (@InfoGujarat) March 10, 2023
કેન્દ્રીય ગૃહમંત્રીનો સોલામાં યોજાયેલા વર્ચ્યુઅલ લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. શાહે જણાવ્યું કે તેઓ રાજ્યમાં ધારાસભ્ય હતા ત્યારથી આ બ્રિજ અંગે માંગ ચાલુ હતી. જણાવ્યું કે, “વર્ષોથી આ બ્રિજની માંગ હતી, હું ધારાસભ્યો હતો ત્યારે પણ તે અંગે માંગ કરવામાં આવતી હતો. આજે મને આનંદ છે કે હું ગાંધીનગર લોકસભા ક્ષેત્રનો સાંસદ છું ત્યારે લોકોની માંગ પૂર્ણ થઈ છે. બ્રિજ અંગે વાત કરીને સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલનો ઉલ્લેખ કરીને મજાક પણ કરી હતી.
અમિત શાહે મજાક કરી કે “સાણંદના ધારાસભ્ય કનુભાઈને પણ હું ખુબ-ખુબ અભિનંદન પાઠવું છું, કારણ કે કનુભાઈ હું સાંસદ બન્યો ત્યારથી આની (સનાથલ બ્રિજ) પાછળ પડી ગયા હતા. બ્રિજ છોડો મારી પાછળ પડી ગયા હતા કે બ્રિજ જલદી પુરો થાય. એટલા આગ્રહથી તેમણે કામ કર્યું છે. શેલા ગામમાં ડ્રેનેજ માટે નાનું પણ બહુ જ મહત્વપૂર્ણ કામ થયું છે, લગભગ 6 કરોડના ખર્ચે આજે શેલા ગામમાં ડ્રેનેજની વ્યવસ્થા શરુ થઈ છે. શેલામાં જે રીતે લોક વસાહત વધી રહી છે, તેને ધ્યાનમાં રાખીને ડ્રેનેજ પંપિંગ સ્ટેશન અને તેના નેટવર્કના નિર્માણની પ્રક્રિયા થઈ છે. જેનાથી શેલા ગામના લોકોને આરોગ્ય અને સ્વસ્થતાની દ્રષ્ટીએ બહુ મોટો ફાયદો થવાનો છે.