સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન આજકાલ પોતાના પરિવાર પર પ્રેમ વરસાવી રહ્યા છે. હાલમાં જ તેણે પુત્રવધૂ ઐશ્વર્યા રાય બચ્ચનની ફિલ્મ પીએસ-1નું ટીઝર શેર કર્યું હતું. આ પછી બિગ બીને જાણે શુ થયુ તેમણે ગઈકાલે રાત્રે જ એક ચાહકની પોસ્ટના જવાબ આપતા રાતોરાત તેમના વારસદારની જાહેરાત કરી દીધી. જો કે આ પ્રથમ વખત નહોતું. સિનિયર બચ્ચને આ અગાઉ પણ એક વખત કહ્યું હતું કે તેમના વારસાની સંભાળ કોણ લેશે. અમિતાભ બચ્ચનની આ પોસ્ટ પર ચાહકો ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે.
આ વિશે વિગતે વાત કરીએ તો શુક્રવારે રાત્રે અમિતાભ બચ્ચનના ચાહકે એક ફોટો શેર કર્યો જેમાં તે અને અભિષેક બચ્ચન લોકોના અભિવાદન સ્વીકારતા અલગ-અલગ દેખાય છે.
આ તસવીર શેર કરતાં બિગ બીએ કેપ્શનમાં તેમના પિતાજી ડૉ. હરિવંશરાય બચ્ચનની કેટલીક લાઈનો શેર કરી, જેમાં લખ્યું- ‘મારો દીકરો એ, માત્ર મારો પુત્ર હોવાથી જ મારો વારસ નહીં બને જાય. જે મારો વારસદાર હશે તે મારો પુત્ર હશે’ નીચે અંગ્રેજીમાં લખેલું છે – તે તમે છો અભિષેક, મારા અનુગામી… મારું ગૌરવ, મારું આનંદ..
અમિતાભ બચ્ચન આ પહેલા પણ આવું કરી ચુક્યા છે. આ વર્ષે માર્ચ મહિનામાં અભિષેક બચ્ચનની ફિલ્મ દસવીનું ટ્રેલર રિલીઝ થયું હતું, જેને જોઈને બિગ બી એટલા ભાવુક થઈ ગયા કે તેમણે અભિષેકના વખાણ કર્યા અને પિતા હરિવંશરાય બચ્ચનની પંક્તિઓ પણ લખી જેમાં જાહેર કર્યું કે અભિષેક તેમનો અનુગામી બનશે. તે સમયે પણ તેની ટ્વીટ ખૂબ વાયરલ થઈ હતી.
અમિતાભ બચ્ચનની આ પોસ્ટ પર લોકો જુદી જુદી રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે સ્પષ્ટ પૂછ્યું કે વારસદાર પુત્ર જ કેમ? પુત્રી કેમ ન બની શકે? તો જ્યારે કેટલાક લોકો બચ્ચન પરિવારના જોરદાર વખાણ કરી રહ્યા છે. તેઓ કહે છે કે હવે તેઓ અભિષેકના આ વારસાને આગળ વધારશે. અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદાએ પણ ફિલ્મોમાં પગ મૂક્યો છે. તેમનો પ્રોજેક્ટ આગામી વર્ષમાં OTT પર જોઈ શકાશે.