હાલમાં લોકોને પડતા પર પાટું વાગવા જેવી હાલત થઈ ગઈ છે. કારણ કે એક તો શાકભાજી, ગેસ, પેટ્રોલ, લાઈટ બિલ વગેરેમાં વધારો થતો જ હતો અને હવે દૂધમાં પણ ભાવ વધારો ઝીંકી દેવાવામાં આવ્યો છે. કોરોનાને કારણે વેપાર-ધંધાની મંદી વચ્ચે પેટ્રોલ-ડીઝલનો ભાવવધારો સહન કરી રહેલી પ્રજાને હવે દૂધનો ભાવવધારો આંખમાં કાંટાની જેમ ખુંચી રહ્યો છે.
અમૂલ ગોલ્ડ અને અમૂલ શક્તિ સહિત તમામ પ્રકારના દૂધમાં લિટરે રૂપિયા 2નો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારો 17મી ઓગસ્ટથી લાગુ પડશે. આમ 6 મહિનામાં જ અમૂલે બીજીવાર દૂધના ભાવમાં લિટરદીઠ 2 રૂપિયાનો વધારો કરી દીધો છે. સામાન્ય માણસ એક તરફ પેટ્રોલ-ડીઝલ, ખાદ્ય તેલના ભાવવધારાથી પરેશાન છે. ત્યારે તેને વધુ એક ફટકો પડ્યો છે. હવે દૂધમાં ભાવ વધારો થયો છે. અમૂલે દૂધે છેલ્લે આજ વર્ષે ફેબ્રુઆરીમાં પણ 2 રૂપિયાનો ભાવવ વધારો કર્યો હતો. ત્યારે હવે ફરીથી ભાવ વધારો થયો છે.