Business News: ગુજરાતના જામનગરમાં આયોજિત ભવ્ય સ્તરીય પ્રી-વેડિંગ સેલિબ્રેશન બાદ હવે રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી જુલાઈમાં લગ્ન કરશે. દેશના સૌથી મોટા ઉદ્યોગપતિઓમાંના એક મુકેશ અંબાણીના પુત્રનું પ્રી-વેડિંગ સેલિબ્રેશન કોઈ ફિલ્મ એવોર્ડ શોથી ઓછું નહોતું.
કારણ કે હોલીવુડ અને બોલિવૂડના તમામ સુપરસ્ટાર્સની હાજરી વચ્ચે દેશ અને દુનિયાની નજર આ પરિવાર પર હતી. પહેલા સમાચાર આવ્યા હતા કે અનંત અંબાણીના સંગીતનો કાર્યક્રમ અબુ ધામીમાં યોજાશે અને લગ્ન લંડનમાં થશે, પરંતુ હવે અહેવાલોનું માનીએ તો પ્લાનમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
એક રિપોર્ટમાં આપવામાં આવેલી માહિતી મુજબ આ કપલ હવે લંડન કે UAEમાં નહીં પણ પોતાના દેશમાં લગ્ન કરશે. અહેવાલ મુજબ, અનંત-રાધિકાના લગ્ન જુલાઈ મહિનામાં લંડનના સ્ટોક પાર્ક એસ્ટેટમાં થવાના હતા. અનંતની માતા નીતા અંબાણીએ તમામ તૈયારીઓ કરી હતી અને ત્રણ દિવસીય પ્રી-વેડિંગ ઈવેન્ટનું આયોજન પોતે જ કર્યું હતું. પરંતુ હવે સમાચાર છે કે લગ્ન મુંબઈમાં થશે. જો કે, આ માહિતી અંગે હજુ સુધી કોઈ સત્તાવાર સમર્થન નથી.
દેશમાં ચારેકોર આટલી ગરમી કેમ પડી રહી છે? હજુ કેટલા દિવસ આકાશમાંથી આગ વરસશે, ક્યારે મળશે રાહત?
પ્રી-વેડિંગની જેમ અંબાણી પરિવારના આ લગ્નમાં પણ થીમ પરંપરાગત રહેશે અને ગેસ્ટ લિસ્ટમાં શાહરૂખ ખાન, સલમાન ખાન, બચ્ચન પરિવાર, રણવીર સિંહ, વિરાટ કોહલી, દીપિકા પાદુકોણ, અનુષ્કા શર્મા, રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલનું નામ સામેલ કરવામાં આવ્યું છે. જ્યાં હવે એવી માહિતી સામે આવી છે કે લગ્ન ભારતમાં થશે, તો બીજી તરફ અહેવાલ સામે આવ્યો છે કે સંગીત સમારોહ અબુ ધાબીમાં જ થશે. જો કે, આમાંની કોઈપણ માહિતી પર કોઈ સત્તાવાર પુષ્ટિ નથી.