Cricket News: ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલી વર્લ્ડ કપ 2023ની તૈયારીમાં વ્યસ્ત છે. આ દરમિયાન તેમના ઘરેથી મોટા સમાચાર સામે આવ્યા છે. એક રિપોર્ટ અનુસાર, વિરાટની પત્ની અનુષ્કા શર્મા બીજા બાળકને જન્મ આપવા જઈ રહી છે. અનુષ્કા અને વિરાટ બીજી વખત માતા-પિતા બનવા જઈ રહ્યા છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. આ અંગે કોહલી કે અનુષ્કાએ સોશિયલ મીડિયા પર કંઈપણ પોસ્ટ કર્યું નથી.
એક સમાચાર મુજબ અનુષ્કા બીજી વખત માતા બનવા જઈ રહી છે. વિરાટ કોહલી ફરી એકવાર પિતા બનવા જઈ રહ્યો છે. એક સૂત્રએ કહ્યું, “અનુષ્કા બીજી વખત માતા બનવા જઈ રહી છે. પરંતુ ગત વખતની જેમ આ વખતે પણ તેઓ આ સમાચાર અંતમાં બધા સાથે શેર કરશે. અનુષ્કાએ જાન્યુઆરી 2021માં પોતાના પહેલા બાળકને જન્મ આપ્યો હતો. અનુષ્કાએ પુત્રીને જન્મ આપ્યો હતો. કોહલી-અનુષ્કાએ તેમની પુત્રીનું નામ વામિકા રાખ્યું છે.
સમાચાર અનુસાર અનુષ્કા વર્લ્ડ કપ 2023 દરમિયાન વિરાટ સાથે પ્રવાસ નહીં કરે. કોહલી વર્લ્ડ કપ દરમિયાન ઘણા અલગ-અલગ શહેરોમાં મેચ રમશે. પરંતુ તે અનુષ્કા સાથે નહીં જાય. મહત્વની વાત એ છે કે કોહલી અને અનુષ્કાએ પોતાની પહેલી દીકરીને અત્યાર સુધી લોકોથી દૂર રાખી છે. આ બંનેએ સોશિયલ મીડિયા પર વામિકાનો ચહેરો દર્શાવતો ફોટો શેર કર્યો નથી. કોહલી-અનુષ્કા આ બાબતે ખૂબ જ ખાનગી રહેવાનું પસંદ કરે છે.
Petrol Diesel Prices: ભારતમાં કેટલીય જગ્યાએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા, જાણો ગુજરાતમાં ઘટ્યા કે વધ્યા
તમને જણાવી દઈએ કે કોહલી અને અનુષ્કા તેમની પ્રાઈવસીનું ખૂબ ધ્યાન રાખે છે. બંનેએ વર્ષ 2017માં લગ્ન કર્યા હતા. કોહલી-અનુષ્કાના લગ્ન વિશે કોઈ જાણતું ન હતું. લગ્ન બાદ બંનેએ સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને આ વાતની જાણકારી આપી હતી. લગ્નના લગભગ 4 વર્ષ બાદ અનુષ્કાએ પુત્રીને જન્મ આપ્યો હતો. વામિકા બાદ હવે તે પોતાના બીજા બાળકને જન્મ આપવા જઈ રહી છે.