રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પછી એપલે કહ્યું છે કે તેણે રશિયામાં તેના તમામ ઉત્પાદનોનું વેચાણ બંધ કરી દીધું છે. રશિયામાં તેની પ્રોડક્ટનું વેચાણ બંધ કરવા ઉપરાંત એપલે તેના એપ સ્ટોરમાંથી રશિયન ન્યૂઝ એપ્સ RT અને સ્પુટનિકની એપને પણ હટાવી દીધી છે. તાજેતરમાં એપલે રશિયામાં Apple Payની સેવાને અવરોધિત કરી છે.
ગયા અઠવાડિયે યુક્રેનના નાયબ વડા પ્રધાન મિખાઈલો ફેડોરોવે એપલને એક પત્ર લખ્યો હતો, જે તેણે ટ્વિટર પર પણ શેર કર્યો હતો. ફેડોરોવે Apple CEO ટિમ કૂકને એક પત્ર લખીને રશિયામાં તેના Apple સ્ટોરને તેના ઉત્પાદનોનો પુરવઠો ઘટાડવા માટે કહ્યું હતુ. નાયબ વડા પ્રધાનના પત્રના જવાબમાં, Appleએ કહ્યું કે તે યુક્રેન પર રશિયાના હુમલાથી ખૂબ જ દુઃખી અને ચિંતિત છે. આ હિંસાનો ભોગ બનેલા તમામ લોકો સાથે કંપની ઉભી છે.
ગયા અઠવાડિયે Apple Pay પર પ્રતિબંધ મૂક્યા પછી, અમે રશિયા માટે અમારી અન્ય સેવાઓ પણ બંધ કરી દીધી છે. Appleએ કહ્યું છે કે તેણે રશિયામાં iPhone અને અન્ય ઉત્પાદનોનું વેચાણ બંધ કરી દીધું છે. યુક્રેન પર રશિયાના હુમલા બાદ અમેરિકાએ તેના ઉત્પાદનોની રશિયામાં નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. અમેરિકાએ તે ઉત્પાદનો પર પણ આ પ્રતિબંધ લગાવ્યો છે જેની બ્રાન્ડ રશિયાની છે, પરંતુ ઉત્પાદન અમેરિકામાં થાય છે. આ પ્રતિબંધથી અમેરિકન કંપનીઓને ભારે નુકસાન થઈ શકે છે.
અમેરિકાએ આ પ્રતિબંધો યુએસ વેપાર કાયદા હેઠળ લગાવ્યા છે. યુએસ કંપનીઓએ હવે રશિયાને કોમ્પ્યુટર, સેન્સર, લેસર, નેવિગેશન સાધનો અને ટેલિકોમ્યુનિકેશન, એરોસ્પેસ અને દરિયાઈ સાધનો વેચવા માટે લાઇસન્સ મેળવવું આવશ્યક છે. અમેરિકાએ થોડા વર્ષો પહેલા ચીનની કંપની Huawei પર આવો જ પ્રતિબંધ લગાવ્યો હતો, જેના કારણે Huaweiને ઘણું નુકસાન થયું હતું.