મોલમાં આ ભીડ મફતનું ખાવાનું લેવાં નહીં પણ આઇફોન લેવાં માટે થઈ છે, Iphone 15 ખરીદવા માટે લોકોની પડાપડી, જૂઓ Video

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Iphone 15 In Dubai : આઇફોન૧૫ (iphone 15) તેના લોન્ચિંગ પછીથી જ હેડલાઇન્સમાં છે. જેને મેળવવા માટે ગ્રાહકોમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. ભારત હોય કે દુબઈ દરેક જગ્યાએ આઈફોન 15 (iphone-15) સિરીઝ ખરીદવાની સ્પર્ધા ચાલી રહી છે. સોશિયલ મીડિયા (Social media) પર એક વીડિયો સતત વાયરલ થઇ રહ્યો છે, જેમાં આઇફોન 15 સીરીઝ માટે મોટી સંખ્યામાં ગ્રાહકો એક મોલમાં પહોંચ્યા છે.

 

આઇફોન ખરીદવા માટે લોકો તૂટી પડ્યા

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોની જાણકારી દુબઈના એક મોલમાંથી મળી રહી છે, જેમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થતા જોઈ શકાય છે. આ તમામ લોકો આઇફોન 15 સીરીઝ ખરીદવા માટે મોલમાં પહોંચી ગયા છે. ભીડ એટલી મોટી છે કે મોલની સુરક્ષા તેમને રોકી શકતી નથી. લોકો એકની ઉપર ચઢી રહ્યા છે, બધા જ આઇફોનને પોતાના હાથમાં લેવા માટે તલપાપડ છે.

એક એક્સ યુઝરે આ વીડિયો પોસ્ટ કરીને લખ્યું છે કે, “આઇફોન 15 પ્રો મેક્સ માટે દુબઇ મોલમાં ભાગદોડ. એપલ સ્ટોરની મુલાકાત લેનાર અને નવો ફોન ખરીદવા માટે સેંકડો લોકો મોલમાં આખી રાત રોકાયા હતા. ”

 

 

ભારતમાં આઇફોન 15 ખરીદવા માટે એપલ સ્ટોરની બહાર ભીડ

દુબઈની સાથે સાથે ભારતીય ગ્રાહકોમાં પણ આઈફોન 15 સીરીઝનો જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. દિલ્હી અને મુંબઇના એપલ સ્ટોર્સ પર મોટી સંખ્યામાં લોકો કતારમાં ઉભા જોવા મળ્યા હતા.

 

 

શું છે ખાસ?

એપલ આઇફોન ૧૫ સિરીઝ એક મજબૂત કેમેરા અને શાનદાર લુક સાથે આવે છે. એપલની સુરક્ષા એન્ડ્રોઇડ ફોન કરતા ઘણી સારી છે. તેથી જ લોકો તેને મેળવવા માટે તલપાપડ છે. કંપનીએ એપલ આઇફોન ૧૫ ને ૧૨ સપ્ટેમ્બરના રોજ વન્ડરલસ્ટ ઇવેન્ટમાં રજૂ કર્યો હતો.

 

બજારમાં માત્ર ટામેટાં જ ટામેટાં થઈ ગયા, ખેડૂતો રસ્તા પર ફેંકવા મજબૂર, ભાવ આકાશથી સીધા ખીણમાં

 ભારત માટે બેવડો ખતરો વધ્યો! પાકિસ્તાને પણ ખાલિસ્તાનીઓને સમર્થન આપ્યું, સાથે મળીને કંઈક નવા જૂની કરશે

આ સુંદરી કોઈ અભિનેત્રી કે મોડેલ નથી પણ એક IAS ઓફિસર છે, છાતી ચીરનારો સંઘર્ષ કરીને પહોંચી આ મૂકામ પર

 

 

ભારતમાં આઇફોન 15ની કિંમત

કિંમતની વાત કરીએ તો આઇફોન 15ની પ્રારંભિક કિંમત 79900 રૂપિયા છે, આઇફોન 15 પ્લસની પ્રારંભિક કિંમત 89900 રૂપિયા છે. તે જ સમયે, પ્રો વેરિઅન્ટ્સની પ્રારંભિક કિંમત 134900 રૂપિયા અને એપલ આઇફોન 15 પ્રો મેક્સની પ્રારંભિક કિંમત 159900 રૂપિયા છે. જો કે કંપની પસંદગીના બેંક કાર્ડની સાથે સાથે ઈએમઆઈ ઓપ્શન પર પણ ઓફર આપી રહી છે, જેનો ફાયદો ઉઠાવીને તમે આઈફોન 15ને સસ્તો કરી શકો છો.

 


Share this Article