રાજ્યમાં નવી 68 માધ્યમિક સ્કૂલોને ગુજરાત શિક્ષણ બોર્ડે મંજૂરી આપી દીધી છે, જ્યારે 234 સ્કૂલ બનાવવાની મળી હતી અરજી

Lok Patrika Desk
By Lok Patrika Desk
gseb
Share this Article

ગુજરાત શિક્ષણ બોર્ડે નવી 68 માધ્યમિક શાળાને મંજૂરી આપી દીધી છે. તેમજ શિક્ષણ બોર્ડે માપદંડોના આધારે 68 નવી શાળાને મંજૂરી આપી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સમક્ષ ચાલુ વર્ષે નવી શાળા શરૂ કરવા માટે 234 અરજી આવી હોવાનું જાણવા મળ્યું છે. જમાંથી માત્ર 68 શાળાને જ નવી શાળા શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. દર વર્ષે રાજ્યમાં મોટી સંખ્યામાં નવી ખાનગી શાળા શરૂ થાય છે, જેમાં આ વખતે વધુ 68 જેટલી શાળાને મંજૂરી મળી હોવાનું સામે આવ્યું છે. મંજૂર થયેલી શાળામાંથી મોટાભાગની અંગ્રેજી માધ્યમની શાળા છે.

gseb

નવી 68 શાળાને મંજૂરી અપાઈ

રાજ્યમાં નવી ખાનગી માધ્યમિક શાળાને મંજૂરી માટેની પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઈ છે. 68 નવી ખાનગી શાળાને વિવિધ માપદંડોના આધારે બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જેમાં આ વર્ષે રાજ્યભરમાંથી 234 નવી ખાનગી માધ્યમિક શાળા માટેની અરજી વિવિધ ટ્રસ્ટો દ્વારા કરવામાં આવી હતી. જેમાંથી 68 અરજીઓને જ મંજૂર કરવામાં આવી છે. તેમજ ગુજરાત શિક્ષણ બોર્ડે 166 અરજીઓને ફગાવી દીધી હતી.

gseb

નવી 68 શાળામાં અંગ્રેજી માધ્યમની વધુ શાળા

નવી મંજૂર કરવામાં આવેલી શાળામાંથી ગુજરાતી માધ્યમની શાળા ઓછી છે, જ્યારે અંગ્રેજી માધ્યમનની શાળા સૌથી વધારે છે. આપને જણાવી દઈએ કે, દર વર્ષે ગુજરાત બોર્ડ દ્વારા નવી શાળા શરૂ કરવા માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા કરવામાં આવે છે અને વિવિધ માપદંડોના આધારે શાળાને મંજૂરી આપવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષે નવી 68 શાળાને મંજૂરી આપવામાં આવી છે.


Share this Article
TAGGED: , ,