ગોપાલ ઇટાલિયાનું અર્જુન મોઢવાડિયાના આપમાં જોડાવવા સાદર આમંત્રણ, કહ્યું – ભણેલ નેતાઓની આમ આદમી પાર્ટીને ખૂબ જરૂર!

Desk Editor
By Desk Editor
Share this Article

Gujarat News: ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટા ફટકા પડી રહ્યા છે. જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. તેમ તેમ રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. ત્યારે કોંગ્રેસ નેતા અને પોરબંદરના ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયાને લઈને અનેક વાતો શરૂ થઈ હતી, પરંતુ હવે આ સમગ્ર મામલે કોંગ્રેસ નેતા અને પોરબંદરના ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયાએ ટ્વિટર પર મોટો ખુલાસો કર્યો હતો.

અર્જૂન મોઢવાડિયાએ X પર ટ્વીટ કરીને કહ્યું છે કે. મારા કોઈ પણ ખુલાસા વિના વિવિધ મીડિયા ચેનલો દ્વારા મારી ભાજપમાં જોડાઈ રહ્યાની વાતો થઈ રહી છે, જેનો કોઈ આધાર નથી. હું કોંગ્રેસમાં છું અને પક્ષનો ચૂંટાયેલ ધારાસભ્ય છું.

આ જોઈને આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ X પર ટ્વીટ કરીને કહ્યું છે કે, આદરણીય અર્જુનભાઈ.. તમારા ખુલાસા વગર થઈ રહેલી વાતો અંગે ખુલાસો કરતા તમે કોંગ્રેસમાં છો એવો ખુલાસો કર્યો પણ ભવિષ્યમાં કોંગ્રેસમાં જ રહેશો કે નહીં તેનો ખુલાસો કર્યો હોત તો સારું હતું. અને જો ભવિષ્યમાં કોંગ્રેસમાં ન રહેવાના હોવ તો મારી વિનંતી છે કે, તમારી જેવા સક્ષમ અને ભણેલ-ગણેલ નેતાઓ આમ આદમી પાર્ટીમાં ખુબ શોભા આપે.

નોંધનીય છે કે, કોંગ્રેસમાં અર્જૂન મોઢવાડિયાએ પોતાની વાત પર પૂર્ણવિરામ મુકી દીધી છે. પરંતુ વડોદરાની વાઘોડિયા બેઠકના અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા હવે રાજીનામું આપવા જઈ રહ્યાં હોવાની વાત જાગી છે. હવે તેઓ આગામી સમયમાં ભાજપમાં વિધિવત રીતે જોડાશે, તેવી ચર્ચા ચાલી રહી છે.

 


Share this Article
TAGGED: