ભારતના નામે વધુ એક ગોલ્ડ, 50 મીટર રાઇફલ ઇવેન્ટમાં ખેલાડીઓએ મારી બાજી, દીકરીઓએ જીત્યો સિલ્વર મેડલ

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

India News : એશિયન ગેમ્સમાં (Asian Games) ભારતે શૂટિંગમાં નવો ઈતિહાસ રચ્યો છે. ભારતે એશિયાડમાં શૂટિંગ કેટેગરીમાં અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. ભારતને શૂટિંગમાં અત્યાર સુધી 15 મેડલ મળ્યા છે, અને અત્યાર સુધી કુલ 28 મેડલ જીત્યા છે.

 

વધુ એક ગોલ્ડ મેડલ ભારતના નામે 

ભારત માટે શૂટિંગમાં પુરુષ ટીમે 50 મીટર રાઇફલ 3 પોઝિશનમાં ગોલ્ડ જીત્યો છે. ભારત માટે અશ્વરી પ્રતાપ સિંહ તોમર, સ્પિનિલ કુસલે અને અકીરશેઓલને ગોલ્ડને નિશાન બનાવ્યો હતો. ભારતીય શૂટિંગ ટીમે 1769 રન બનાવ્યા હતા. ચીનની ટીમ બીજા ક્રમે રહી હતી. ભારત માટે શૂટિંગમાં આ 15મો મેડલ છે.

 

છોકરીઓ લઈને આવી સિલ્વર 

છઠ્ઠા દિવસે ભારત માટે પહેલો મેડલ શૂટિંગમાંથી આવ્યો હતો. શૂટિંગમાં ભારતે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો છે. પલક, ઈશા સિંહ અને દિવ્યા સુબ્બારાજુએ ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતીય મહિલા ટીમે 1731-50x સ્કોર કર્યો હતો અને ગોલ્ડ મેડલ ચીનને ગયો હતો.

 

ભારતનો અત્યાર સુધી કેટલા મેડલ મળ્યા ?  

  1. મેહુલી ઘોષ, આશિ ચૌકસી અને રમિતા જિંદાલ – 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટ (શૂટિંગ): સિલ્વર
  2. અર્જુન લાલ જાટ અને અરવિંદ સિંહ, પુરુષોની લાઇટવેઇટ ડબલ સ્કલ્સ (રોઇંગ): સિલ્વર
  3. બાબુ લાલ અને લેખ રામ, મેન્સ કોક્સલેસ ડબલ્સ-(રોઈંગ): બ્રોન્ઝ
  4. મેન્સ કોક્સેડ 8 ટીમ – (રોઇંગ): સિલ્વર
  5. રમિતા જિંદાલ- મહિલા 10 મીટર એર રાઈફલ (શૂટિંગ): બ્રોન્ઝ
  6. ઐશ્વર્ય તોમર, રુદ્રાક્ષ પાટીલ અને દિવ્યાંશ પવાર, 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટ (શૂટીંગ): ગોલ્ડ
  7. આશિષ, ભીમ સિંહ, જસવિન્દર સિંહ અને પુનીત કુમાર – મેન્સ કોક્સલેસ 4 (રોઈંગ): બ્રોન્ઝ
  8. પરમિન્દર સિંઘ, સતનામ સિંઘ, જાકર ખાન અને સુખમીત સિંહ – મેન્સ ક્વાડ્રપલ સ્કલ્સ (રોઇંગ): બ્રોન્ઝ
  9. ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમર – પુરુષોની 10 મીટર એર રાઈફલ (શૂટિંગ): બ્રોન્ઝ
  10. અનીશ, વિજયવીર સિદ્ધુ અને આદર્શ સિંહ – પુરુષોની 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ (શૂટિંગ): બ્રોન્ઝ
  11. મહિલા ક્રિકેટ ટીમઃ ગોલ્ડ
  12. નેહા ઠાકુર ડીંઘી – ILCA4 ઇવેન્ટ (સેલિંગ): સિલ્વર
  13. ઇબાદ અલી- RS:X (સેલિંગ): બ્રોન્ઝ
  14. દિવ્યકીર્તિ સિંહ, હૃદય વિપુલ છેડ, અનુષ અગ્રવાલા અને સુદીપ્તિ હજેલા – ડ્રેસેજ ટીમ ઇવેન્ટ (શૂટિંગ): ગોલ્ડ
  15. સિફ્ટ કૌર સમરા, આશી ચૌકસી અને માનિની ​​કૌશિક – 50 મીટર રાઇફલ 3 પોઝિશન ટીમ ઇવેન્ટ (શૂટિંગ): સિલ્વર મેડલ
  16. મનુ ભાકર, ઈશા સિંઘ, રિધમ સાંગવાન – 25 મીટર પિસ્તોલ ટીમ ઈવેન્ટ (શૂટિંગ): ગોલ્ડ
  17. સિફ્ટ કૌર સમરા – મહિલા 50 મીટર રાઇફલ 3 પોઝિશન્સ (શૂટિંગ): ગોલ્ડ મેડલ
  18. આશી ચૌકસી, મહિલા 50 મીટર રાઇફલ 3 પોઝિશન્સ (શૂટિંગ): બ્રોન્ઝ
  19. અંગદ, ગુરજોત અને અનંત જીત્યા – મેન્સ સ્કીટ ટીમ ઈવેન્ટ (શૂટીંગ): બ્રોન્ઝ
  20. વિષ્ણુ સર્વાનન – ILCA7 (સેલિંગ): બ્રોન્ઝ
  21. ઈશા સિંઘ, મહિલા 25 મીટર પિસ્તોલ (શૂટિંગ): સિલ્વર
  22. અનંત જીત સિંઘ, મેન્સ સ્કીટ (શૂટિંગ): સિલ્વર
  23. રોશિબિના દેવી વુશુ (60 કિગ્રા): સિલ્વર
  24. અર્જુન ચીમા, સરબજોત સિંહ અને શિવ નરવાલ – પુરુષોની 10 મીટર એર પિસ્તોલ (શૂટિંગ): ગોલ્ડ

 

 

પાકિસ્તાનની ક્રિકેટ ટીમ ભારત પહોંચી, ખેલાડીઓએ પહોંચતાની સાથે જ પોતાનું વલણ બદલ્યું

ભારતીય સૈન્યના ગોલ્ડન કટાર ડિવિઝન દ્વારા ઉદ્યોગસાહસિકતા જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો

ઈસરોના વડા એસ સોમનાથે સોમનાથ મંદિરના દર્શન કર્યા, ચંદ્રયાન-3ના પ્રજ્ઞાન રોવર વિશેની નવીનતમ માહિતી આપી

 

 

25. અનુષ અગ્રવાલા : બ્રોન્ઝ

26. ઈશા સિંહ, દિવ્યા ટીએસ અને પલક ગુલિયા (10 મીટર એર રાઈફલ શૂટિંગ): સિલ્વર

27. ઐશ્વર્યા પ્રતાપ સિંહ તોમર, અખિલ શિયોરાન, સ્વપ્નિલ કુસલે (50 મીટર રાઇફલ 3પી શૂટિંગ): ગોલ્ડ

28. ટેનિસ ડબલ્સ (રામકુમાર રામનાથન અને સાકેથ માયનેની): સિલ્વર


Share this Article