એશિયન હાથીઓમાં સૌથી લાંબા દાંત ધરાવતો 70 વર્ષનો હાથી ‘ભોગેશ્વર’ હવે આ દુનિયામાં નથી. કર્ણાટકના બાંદીપુર ટાઈગર રિઝર્વમાં શનિવારે તેમનું અવસાન થયું.
ભોગેશ્વરના મોતથી વન્યપ્રાણી પ્રેમીઓમાં શોક છવાયો છે. મળતી માહિતી મુજબ ભોગેશ્વરનું કુદરતી રીતે મૃત્યુ થયું હતું. તે શનિવારે (11 જૂન) બાંદીપુર નાગરહોલ રિઝર્વ ફોરેસ્ટમાં કબિની જળાશય પાસે મૃત હાલતમાં મળી આવ્યો હતો.
ભોગેશ્વર “શ્રી કબિની” તરીકે પણ ઓળખાતા હતા. ભોગેશ્વર ત્યાં આવનારા તમામ પ્રવાસીઓની આંખનું રસપાન હતું, જેણે પણ તેને જોયો તે તેનામાં જ ખોવાઈ ગયો.
તે એશિયન ખંડમાં હાથીઓમાં સૌથી લાંબા દાંત ધરાવતો સૌથી લાંબો ટસ્ક હાથી હતો.