એક નમ્ર અપીલ: સાંભળી કે જોઈ નથી શકતાં એવા બાળકોએ તૈયાર કરી તમારાં માટે સુંદર રાખડી, બધા ખરીદવા જજો

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Gujarat News : ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર ગણાતો રક્ષાબંધન (Rakshabandhan) નજીક આવી રહ્યો છે. ત્યારે કેટલીક સંસ્થાઓ અને મહિલાઓ દ્વારા રાખડી તૈયાર કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદના વસ્ત્રાપુર ખાતે આવેલ અંધજન મંડળ ખાતે દિવ્યાંગ દીકરીઓ દ્વારા દર વર્ષે રાખડી બનાવીને તેનું માર્કેટમાં વેચાણ કરવામાં આવે છે.

 

અમદાવાદના આવેલ અંધજન મંડળના દિવ્યાંગ બાળકોનો માનસિક તેમજ શારીરિક વિકાસ થઈ શકે તે હેતુથી તેમની પાસે અલગ અલગ પ્રવૃતિઓ કરાવવામાં આવે છે. આ રાખડી બનાવતી દીકરીઓ પોતે દિવ્યાંગ છે.  જેમાંથી કોઈ જોઈ શકતા નથી, તો કોઈ બોલી કે સાંભળી શકતા નથી.  છતાંય તેઓ તેમના પ્રેમભાવથી દોરામાં મોતી અને આભલા પરોવી આ દીકરીઓ ભાઈની રક્ષા માટે સુંદર મજાની રાખડીઓ તૈયાર કરવાનું કાર્ય કરે છે.

સંસ્થા દ્વારા દિવ્યાંગ બાળકો માટે અનેક પ્રવૃતિઓ કરવામાં આવે છે

દિનેશભાઈ બહેલ સાથે વાત કરતા જણાવ્યું કે અમારી સંસ્થા દ્વારા દિવ્યાંગ બાળકો માટે અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. એમના હાથમાં  જાદુ છે (Magical Finger) રોજ ૬ થી ૭ કલાક કામ કરીને દિવાળીના દીવા,  બાંધણી, તોરણ, પેપર કપ, પેપર ડીસ જેવી વિવિધ વસ્તુઓ આ બાળકો દ્વારા બનાવામાં આવે છે. જેનાથી દિવ્યાંગ દીકરા-દીકરીઓનો માનસિક અને શારીરિક વિકાસ થઈ શકે.

આણંદ કલેક્ટરનો રંગીન મિજાજ જાણીને નાયબ મામલતદારે પ્લાન બનાવ્યો, મહિલાને તૈયાર કરી કેમેરા ગોઠવી વીડિયો બનાવ્યો, પછી…

રજનીકાંતનો ભાજપ પ્રેમ ઉભરીને છલકાયો, CM યોગીને પગે લાગ્યો, મોદી-શાહની જોડીને અર્જૂન-કૃષ્ણ સાથે સરખાવી….

જ્વેલરી ખરીદનારા હવે ચિંતા ન કરતા, સોના ચાંદીના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણી લો મોજ આવે એવા નવા ભાવ

 

 

દિવ્યાંગ  બાળકો દ્વારા રાખડીઓ પણ બનાવી રહ્યા છે

દીકરીઓ રક્ષાબંધન માટે વિવિધ ડિઝાઇનની રાખડીઓ બનાવીને તેનું જુદી જુદી જગ્યાએ વેચાણ કરી રહી છે. આ વખતે પચાસ હજાર જેટલી રાખડીઓ બનાવાની તૈયારી કરી રહ્યા છે. દિવ્યાંગ બાળકો હાલ આપણા દેશનું નામ રોશન કરીને મેડલ પણ મેળવી રહ્યા છે.


Share this Article