Ayodhya: PM નરેન્દ્ર મોદીએ અયોધ્યા ધામ રેલવે સ્ટેશનનું કર્યું ઉદ્ઘાટન, 8 નવી ટ્રેનોને લીલી ઝંડી બતાવી

Desk Editor
By Desk Editor
Share this Article

National News: રામની નગરી અયોધ્યામાં સર્વત્ર જય શ્રી રામના ગુંજ સંભળાઈ રહ્યા છે, કારણ કે મોદી સરકાર આજે અયોધ્યામાં કરોડોની ભેટ વરસાવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે અયોધ્યા પહોંચ્યા ત્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન મોદી જ્યારે પુનઃવિકાસિત અયોધ્યા રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા હતા ત્યારે અયોધ્યાના લોકોએ પીએમ મોદીનું શાનદાર સ્વાગત કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદી કેટલાક મુસાફરો સાથે વાત કરતા જોવા મળ્યા હતા અને તેમની સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર હતા.

વડાપ્રધાન મોદી શનિવારે સવારે અયોધ્યાની એક દિવસીય મુલાકાતે પહોંચ્યા હતા. અયોધ્યા એરપોર્ટથી રોડ શો કરતા તેઓ અયોધ્યા રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને બંને નાયબ મુખ્ય પ્રધાનો કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક ઉપરાંત, ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર સિંહ ચૌધરી પણ અહીં હાજર હતા.

પીએમ મોદીએ 2 નવી અમૃત ભારત અને 6 વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી

વડાપ્રધાન મોદીએ પુનઃવિકાસિત અયોધ્યા ધામ રેલ્વે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું, 240 કરોડના ખર્ચે બનેલ અયોધ્યા ધામ રેલ્વે સ્ટેશનમાં ઘણા વિકાસ કાર્યો થયા છે, જેમાં લિફ્ટ, એસ્કેલેટર, ફૂડ પ્લાઝા અને બાળ સંભાળ રૂમ સહિતની આધુનિક સુવિધાઓ છે. આ રેલ્વે સ્ટેશનને IGBC દ્વારા ‘ગ્રીન સ્ટેશન બિલ્ડીંગ’ તરીકે પ્રમાણિત કરવામાં આવ્યું છે.

સાથે વડાપ્રધાન મોદીએ 2 નવી અમૃત ભારત અને 6 વંદે ભારત ટ્રેનને પણ લીલી ઝંડી બતાવી હતી. આ મહત્વપૂર્ણ માળખાકીય પ્રોજેક્ટ્સનો હેતુ આ પ્રદેશમાં કનેક્ટિવિટી વધારવા અને પ્રવાસનને વેગ આપવાનો છે.

હવે ઇન્તજાર ખતમ… આવી રહી છે મારૂતિની શાનદાર કાર, પેટ્રોલમાં આપશે 30 KMPL માઈલેજ!

અધધ… એક જ દિવસમાં આટલા બધા કોરોનના કેસ, છેલ્લા 7 મહિનાનો તોડ્યો રેકોર્ડ, કેન્દ્રએ એલર્ટ કર્યું જાહેર

અમદાવાદ: CM ભૂપેન્દ્ર પટેલે ‘વાઈબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શૉ 2024’ને ખુલ્લો મુક્યો, 15 જાન્યુઆરી સુધી ચાલશે આ શૉ

વડાપ્રધાન મોદીએ દેશમાં સુપરફાસ્ટ પેસેન્જર ટ્રેનોના નવા વર્ગ ‘અમૃત ભારત એક્સપ્રેસ’ને પણ લીલી ઝંડી બતાવી હતી. અમૃત ભારત ટ્રેન એ ‘LHB પુશ-પુલ’ ટ્રેન છે, જેમાં નોન-એર કન્ડિશન્ડ કોચ છે. તેમાં રેલ્વે મુસાફરો માટે સુંદર અને આકર્ષક ડીઝાઈનવાળી સીટો, સારી લગેજ રેક, મોબાઈલ ચાર્જીંગ પોઈન્ટ, એલઈડી લાઈટ, સીસીટીવી, પબ્લીક ઈન્ફોર્મેશન સીસ્ટમ જેવી વધુ સારી સુવિધાઓ છે.

 


Share this Article