Cricket News: પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપ 2023 માટે તૈયાર છે. બાબર આઝમની આગેવાની હેઠળની ટીમ આજે દુબઈ જવા રવાના થશે. પાકિસ્તાનની ટીમ 27 સપ્ટેમ્બરે રાત્રે 8 વાગ્યે ભારત પહોંચશે. તેણે હૈદરાબાદમાં 29 નવેમ્બરે વર્લ્ડ કપની તેની પ્રથમ પ્રેક્ટિસ મેચમાં ન્યુઝીલેન્ડનો સામનો કરવાનો છે. ટૂર્નામેન્ટ માટે રવાના થતા પહેલા બાબર આઝમે ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે રમાનાર મેચને લઈને મોટી વાત કહી છે.
અમદાવાદમાં યોજાનારી આ મેચમાં 1 લાખથી વધુ ચાહકો સ્ટેડિયમમાં આવે તેવી શક્યતા છે. જોકે, હજુ સુધી મોટી સંખ્યામાં પાકિસ્તાની ચાહકોને વર્લ્ડ કપ જોવા માટે વિઝા મળ્યા નથી. આવી સ્થિતિમાં તેને આંચકો લાગ્યો છે. ODI વર્લ્ડ કપના ઈતિહાસની વાત કરીએ તો પાકિસ્તાનની ટીમ ક્યારેય ભારતીય ટીમને હરાવી શકી નથી.
મીડિયા સાથે વાત કરતા બાબર આઝમે કહ્યું કે, માત્ર ભારત જ નહીં પરંતુ અમારી તમામ મેચોની ટિકિટો વેચાઈ ગઈ છે. અમારા મોટા ભાગના ચાહકોને વિઝા ન મળ્યા હોવા છતાં તેઓ ચૂપ રહેશે નહીં. તેઓ હંમેશા અમને સપોર્ટ કરતા આવ્યા છે. આવી સ્થિતિમાં તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેશે. તેમણે કહ્યું કે અમદાવાદના સ્ટેડિયમમાં એક લાખથી વધુ ચાહકો હાજર રહેશે. હું ત્યાં રમવા માટે ઉત્સાહિત છું અને મારું સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરીશ. બાબર આઝમે કહ્યું કે અમે ભૂતકાળના પ્રદર્શનથી ચિંતિત નથી. આશા છે કે દરેક વ્યક્તિ સારું પ્રદર્શન કરશે અને પરિણામ પણ સારું આવશે. અગાઉ પણ ભારતમાં અમને ઘણો સપોર્ટ અને પ્રેમ મળ્યો છે.
રામ મંદિર પર ભયંકર ભૂકંપની પણ અસર નહીં થાય, આ ખાસ ટેક્નોલોજીથી તમને 24 કલાક પહેલા જ બધી ખબર પડી જશે
બાબર આઝમ પહેલીવાર ભારતીય મેદાન પર રમતા જોવા મળશે. બાબર અત્યાર સુધી ટીમ ઈન્ડિયા વિરૂદ્ધ ODIની 6 ઈનિંગ્સમાં એક પણ અડધી સદી ફટકારી શક્યો નથી. આવી સ્થિતિમાં વનડે રેન્કિંગમાં નંબર 1 પર રહેલા બાબર પર કોઈ દબાણ હશે કે કેમ તે પ્રશ્નના જવાબમાં તેણે કહ્યું કે હું દરેક મેચ અને દરેક ટૂર્નામેન્ટમાં મારું 100 ટકા આપવાનો પ્રયત્ન કરું છું. હું 2019ના વર્લ્ડ કપમાં સારું પ્રદર્શન કરવામાં સફળ રહ્યો હતો. આવી સ્થિતિમાં હું આ વખતે પણ એવું જ પ્રદર્શન કરવા ઈચ્છું છું.