ગુજરાતની ધરતી પર બાબાનો અલગ અંદાજ, કારનો કાફલો રસ્તા વચ્ચે ઊભો રાખી જાહેરમાં પાણીપુરીનો આનંદ લૂંટયો

Lok Patrika Desk
By Lok Patrika Desk
dhirendra
Share this Article

વડોદરામાં લક્ષ્મીનારાયણ રિસોર્ટથી આજવા રોડ તેઓ જઈ રહ્યા હતા સાથે અનેક વાહનો પણ હતા અને લાંબો કાફલો હતો. એ જ વખતે અચાનક પાણી પૂરીની લારી પર તેમણે રોકાણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

dhirendra

બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી અત્યારે ગુજરાતમાં પોતાનો દિવ્ય દરબાર લગાવી રહ્યા છે . 3જૂને વડોદરામાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાયો હતો. આ કાર્યક્રમ વડોદરાના નવલખી મેદાનમાં આયોજીત કરવામાં આવ્યો હતો.

dhirendra

આ ઉપરાંત બાગેશ્વર ધામ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો એક વિડીયો વાયરલ થયો હતો જેમાં તેઓ મોર સાથે આનંદ કરી રહ્યા હતા. વીડિયોમાં તેઓ મોરની સાથે ચાલી રહ્યા છે મોર કળા કરેલો દેખાય છે. બાગેશ્વર ધામનાં પ્રમુખ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો દૂર દૂરથી તેઓનાં દરબારમાં આવતા હોય છે.

dhirendra

આ પણ વાંચો

જો ભારતીય રેલવેનું ‘કવચ’ ટ્રોનમાં હોત તો ઓડિશા ટ્રેન દુર્ઘટના ઘટી જ ના હોત! 300 લોકો આજે જીવતા હોત

મોરારીબાપુની જય હો, ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં લોકોને સહાયરૂપ થવા માટે રૂપિયા 50 લાખની સહાય કરી

ટ્રેન દુર્ઘટના વખતે ડબ્બામાં અહીં બેઠેલા લોકો રહે છે સુરક્ષિત! જો તમે પણ મુસાફરી કરતા હોવ તો આજે જ જાણી લો

વડોદરામાં આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીએ પાણી પૂરીનો સ્વાદ ચાખ્યો હતો. તેઓ પોતાના કાફલા સાથે જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના કેમેરામાં કેદ થઈ હતી. વડોદરામાં લક્ષ્મીનારાયણ રિસોર્ટથી આજવા રોડ તેઓ જઈ રહ્યા હતા ત્યારે તેમની સાથે અનેક વાહનો પણ હતા અને લાંબો કાફલો હતો. તેજ સમયે વખતે અચાનક પાણી પૂરીની લારી પર તેમણે રોકાણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીએ રામદેવ ભેલ પકોડી સેન્ટર પર પાણી પૂરી ખાધી હતી. તેમણે પોતાનો કાર થોભાવીને કારમાં બેઠા બેઠા જ પાણી પૂરીનો સ્વાદ માણ્યો હતો અને પાણીપુરી વિક્રેતા ખુશ ખુશ થઈ ગયો હતો તેમણે બાબા માટે પોતાનો અહોભાવ વ્યક્ત કર્યો હતો. પાણી પુરીના સંચાલકે પોતાનું ભાગ્ય કહ્યું હતું.


Share this Article