મોટા મોટા લોકોને છેતરી આગળ આવનારો મહાઠગ કિરણ પટેલ હવે બરાબરનો ભેરવાઈ ગયો છે. એમનાના ઘરે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી અને હવે દરરોજ મોટા મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે. કિરણ પટેલના ઘરેથી બેંક એકાઉન્ટની વિગત, સ્ટેમ્પ, જગદીશ ચાવડાના ઘરની ચાવી સહિતની વસ્તુઓ કબજે કરી હતી. બેંક એકાઉન્ટની વિગતની તપાસ કરી તો બધા ચોંકી ગયા. કારણ કે બેન્ક એકાઉન્ટમાં બંગલો ખરીદી શકાય તેટલું બેલેન્સ પણ નહોતું.
ઉલ્લેખનીય છે કે કિરણ અને માલિની છેલ્લા 4 વર્ષથી કોઈ આઇટી રિટર્ન પણ ભરતા નહોતા. બેંકમાંથી લોન પણ લીધી નથી. કોઈ લોન મેળવવા અરજી પણ કરી નથી. જે સ્ટેમ્પ મળ્યા તે પણ જૂના હતા. જે અગાઉ કંપની શરૂ કરવાની હતી, પરંતુ કંપની શરૂ નહોતી કરવામાં આવી. આ ઉપરાંત કોલ ડિટેલ્સના આધારે ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે શું શું નવા ખુલાસા થાય છે.
અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહેલી પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. ભલભલાને બાટલીમાં ઉતારી ચૂકેલો કિરણ પટેલ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓની સામે એકદમ ઠંડો પડી ગયો અને બકબક બોલવા લાગ્યો છે. કિરણ પટેલની પૂછપરછમાં સામે આવ્યું છે કે ઠગે મોટા બિઝનેસમેનને કશ્મીરમાં રોકાણની લાલચ આપી હતી. આ ઉપરાંત તેણે ગર્લફ્રેન્ડ સાથે ઘણી જગ્યાની મુલાકાત પણ લીધી હોવાનું સામે આવ્યું છે અને સ્વીકાર્યું છે. ‘જગદીશપુરમ્’ બંગલાને લઈને પણ મહાઠગે કહ્યું છે કે અદાણીના કોન્ટ્રાક્ટના નામે જગદીશપુરમ્ બંગલો પચાવ્યો હતો. તેને બંગલા પર લઈ જઈને તપાસ કરવામાં આવશે એવું કહેવામાં આવે છે.
બેંક બાબતે પણ સામે આવ્યું છે કે કિરણ પટેલ પાસે 3 બેંક એકાઉન્ટ હોવાનું સામે આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચ છેલ્લા 3 વર્ષના સ્ટેટમેન્ટની તપાસ કરશે. ક્રાઈમ બ્રાન્ચની આકરી પૂછપરછમાં કિરણ પટેલ પોપટની જેમ બોલવા લાગ્યો હતો અને હજુ પણ ઘણા ખુલાસા થાય એવું લાગી રહ્યું છે. કોમ્પ્યુટર એન્જીનીયરીંગનો અભ્યાસ કરનાર કિરણ પટેલ શરૂઆતમાં વેબ ડીઝાઈનીંગનું કામ કરતો હતો. તેમના કામ દરમિયાન જ તેમણે આરએસએસના પદાધિકારીઓ સાથે સંપર્ક કરવાનું શરૂ કર્યું.
ભારતના યુવાનો રાજીના રેડ: SBIમાં 1000થી વધુ નોકરીઓ, 41000 સુધીનો પગાર મળશે, આ રીતે આપી દો ઈન્ટરવ્યુ
પટેલે આરએસએસ માટે પણ અનેક વખત કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. જોકે, સંઘે ગુજરાતમાં તેના સક્રિય સભ્ય હોવાનો ઈન્કાર કર્યો છે. સંઘના ગુજરાત એકમના પ્રચાર વડા વિજય ઠક્કરે અંગ્રેજી વેબસાઈટ ધ પ્રિન્ટ સાથે વાત કરતાં કહ્યું કે કિરણ પટેલ ક્યારેય RSSની કોઈ શાખામાં આવ્યા નથી. તે દાવો કરી શકે છે કે તે આરએસએસ સાથે સંકળાયેલા હતા, પરંતુ તેનો કોઈ અર્થ નથી. જો તે RSS નો કાર્યકર હોત તો હું ચોક્કસપણે તેમને ઓળખતો કારણ કે હું છેલ્લા 18 વર્ષથી અહીં કામ કરી રહ્યો છું.