સોમવારે જાહેર ક્ષેત્રની બેંક ઓફ બરોડા (BoB) એ તેના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. મંગળવારથી બેંકમાંથી લોન લેવી મોંઘી થઈ જશે. બેંક દ્વારા શેરબજારને આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે તેણે વ્યાજ દર વધારવાનો નિર્ણય કર્યો છે. દરોમાં આ વધારો 12 એપ્રિલ 2022થી લાગુ કરવામાં આવશે.
બેંક દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેણે ફંડ આધારિત ધિરાણ દર (MCLR) ના માર્જિનલ કોસ્ટમાં 0.05 ટકાનો વધારો કર્યો છે. આ અંતર્ગત એક વર્ષના સમયગાળા માટે એમએલસીઆર વધારીને 7.35 ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એ જ રીતે, એક રાત, એક મહિના, ત્રણ મહિના અને છ મહિના માટે MCLR અનુક્રમે 0.05 ટકા વધારીને 6.50 ટકા, 6.95 ટકા, 7.10 ટકા અને 7.20 ટકા કરવામાં આવ્યો છે. અહીં જણાવી દઈએ કે બેંકના એક વર્ષના MCLRમાં વધારાને કારણે પર્સનલ લોન, ઓટો લોન અને હોમ લોન મોંઘી થઈ શકે છે.