આજથી રાજ્યમાં ઉનાળાની સત્તાવાર શરૂઆત થઈ ચૂકી છે. લોકોને ગરમીનો અહેસાસ પણ અનુભવાય રહ્યો છે. રાજ્યના હવામાન વિભાગે જાહેરાત કરી દીધી છે કે આજથી સત્તાવાર રીતે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને શિયાળો પુરો થયો છે. ઉનાળો શરૂઆતથી આકરો રહેવાનું અનુમાન પણ લગાવવામાં આવ્યું છે.
આજની વાત કરીએ તો અમદાવાદ,ગાંધીનગરમાં 35 થી 37 ડિગ્રી તાપમાન રહેશે. રાજ્યના વિધિવત રીતે શિયાળાએ આજથી વિદાય લઈ લીધી છે. આ વર્ષે ઉનાળામાં હિટવેવની સંભાવના વધારે રહેવાનું હવામાનનું અનુમાન છે અને શક્યતા સેવવામાં આવી રહી છે.
તો વળી હવામાન વિભાગે વાત કરી કે ઉત્તર પૂર્વમાં પવનોની દિશા બદલાતા ગરમીનું જોર વધે એવી શક્યતા પણ બતાવવામાં આવી છે. આગામી બે દિવસમાં 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો જોવા મળશે. ગુજરાતમાં સત્તાવાર રીતે ઉનાળો આવી ગયો હોવાથી અમદાવાદ જેવા શહેરમાં લોકોને તપવા માટે પણ હવે તૈયાર રહેવું પડશે.
25 ફ્રેબુઆરીએ અંબાલાલ પટેલે નવી આગાહી કરતાં જાહેર કર્યું હતું કે દેશના મોટા ભાગના રાજ્યોમાં આ મહિનાના અંત સુધીમાં ચામડી દઝાડતી ગરમી પડવાની છે. અને અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડશે. જાહેર કરેલા સ્પેશિયલ એલર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ખાસ કરીને દિલ્હી સહિત ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને પશ્ચિમ ભારતના મોટાભાગના વિસ્તારો કાયદેસર આગના ગોળા વરસતા હોય એવું લાગશે. ગુજરાતમાં ગરમીને લઇ જણાવ્યું છે કે, આજે 2 ડિગ્રી તાપમાન વધશે. રાજ્યમાં તાપમાનનો પારો 35થી 37 ડિગ્રી પહોંચી જોરદાર ગરમી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
BIG BREAKING: દેવાયત ખવડના 72 દિવસના જેલવાસ બાદ જામીન મંજુર, પરંતુ રાજકોટમાં પ્રવેશવાની ચોખ્ખી મનાઈ
આ 3 જિલ્લામાં સોનાનો ભંડાર છે, ખજાનો ખોલશું તો આખું ભારત થઈ જશે માલામાલ, જાણો કેમ થયો ખુલાસો
ગુજરાતમાં વહેલી સવારે અને રાત્રે વાતાવરણમાં ઠંડી લાગે છે, પરંતુ બપોરે આકરી ગરમી પડવા લાગે છે. જો કે હવે રાજ્યમાં આગામી સમયમાં ગરમી વધારે આકરી બને એવી પ્રબળ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે રાજ્યમાં ગરમીને લઈને અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. આજે 2 ડિગ્રી તાપમાન વધશે અને કાલે પણ એનાથી વધારે તાપમાનનો પારો હાઈ જશે. અંબાલાલે ગરમી આકરી પડવાની આગાહી કરતા કહ્યું છે કે ઉત્તર-પશ્ચિમના પવનો ફૂંકાતા આગામી દિવસોમાં બે ડિગ્રી જેટલું તાપમાન વધશે. રાજ્યમાં તાપમાનનો પારો 35થી 37 ડિગ્રી પહોંચી જશે. જોકે, આગામી 48 કલાક બાદ ફરી 2થી 3 ડિગ્રી વધી જશે એવી પણ આગાહી કરવામાં આવી છે.