India News : આ અંગે જેરૂસલેમમાં (Jerusalem) રહેતા ઈઝરાયેલના ભાવનાબેન ઓડેદરાએ (Bhavnaben Odedara) જણાવ્યું હતું કે, જેરૂસલેમના તમામ લોકો સુરક્ષિત છે. એસ્કેલોન અને સરહદ નજીકના શહેરોમાં પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. મિસાઇલો ગમે ત્યારે ગમે ત્યાં પડી શકે છે. ઘણું નુકસાન થયું છે. ઇઝરાયલની સરકાર દ્વારા લેવામાં આવેલા સુરક્ષા પગલાં અંગે કોઈ સૂચના અંગે પૂછવામાં આવતા ભાવનાબેએ કહ્યું હતું કે તમામ લોકોએ તેમના પાસપોર્ટ, વીમા કાર્ડ, પૈસા અને તેમની તમામ આવશ્યક ચીજવસ્તુઓ તેમની બેગમાં રાખવી જોઈએ. તેમણે કામ વગર બહાર ન નીકળવાની અપીલ કરી હતી.
જેરૂસલેમમાં ગઈકાલ રાતથી કર્ફ્યુ લાદવામાં આવ્યો
જેરુસલેમ સહિત ઘણા શહેરોમાં પણ કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે. ગઈ કાલ રાતથી લેબેનોને તરફથી મિસાઈલ છોડવાના પણ સમાચાર આવી રહ્યા છે. તે નવા વર્ષનો તહેવાર હતો અને તે શુક્રવાર, શનિવાર હતો. તહેવારને કારણે આ લોકો ઉત્સવની ઉજવણી કરી રહ્યા હતા. ન્યૂયોર્કમાં મોટાભાગના લોકોની રજાઓ હોય છે. ત્યારે પેલેસ્ટાઈન દ્વારા સરહદ તોડીને મિસાઈલ તોડવાની વ્યવસ્થા છે. પછી જેઓ સરહદેથી ઘૂસ્યા હતા. તેઓની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.
ઇઝરાઇલ પર હમાસના આતંકી હુમલામાં ઘાયલ થયેલા લોકોમાં એક ભારતીય મહિલાનો પણ સમાવેશ થાય છે. આ મહિલા ભારતના કેરળની રહેવાસી છે અને છેલ્લા ઘણા સમયથી ઈઝરાયેલમાં કામ કરી રહી છે. મહિલાની હાલત ગંભીર છે અને હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. આ સાથે જ હમાસના હુમલામાં 10 નેપાળી નાગરિકોના પણ મોત થયા છે. નેપાળ એમ્બેસીએ આ વાતની પુષ્ટિ કરી છે.
આ હુમલામાં એક ભારતીય મહિલા ઘાયલ થઈ હતી.
ઘાયલ મહિલાની ઓળખ 41 વર્ષીય શીજા આનંદ તરીકે થઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ રોકેટ હુમલામાં એક ભારતીય મહિલા ઘાયલ થઈ છે અને શીઝા આનંદની ઇઝરાયલની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હમાસના ઇઝરાયેલ પર હુમલા બાદ શિજા આનંદે કેરળમાં પોતાના પરિવાર સાથે વાત કરી અને તેમને કહ્યું કે તેઓ સુરક્ષિત છે, પરંતુ વાતચીત દરમિયાન તેમનો ફોન કાપી નાખવામાં આવ્યો હતો.
2000ની નોટની ડેડલાઈન પુરી, તમારી પાસે હજુ પણ હોય તો ચિંતા ન કરતાં, અમદાવાદમાં આ જગ્યાએ બદલી જશે
આ રાજ્યોમાં આગામી 3 દિવસ ભારે વરસાદ ખાબકશે, IMDએ જાહેર કર્યું એલર્ટ, વાદળો કાળા ડિંબાગ થઈ ગયાં!
આ 3 રાશિઓના ઘરે દસ્તક આપવા આવી રહી છે માતા લક્ષ્મી, 29 નવેમ્બર સુધી થશે બેહિસાબ ધનનો વરસાદ
10 નેપાળી નાગરિકોના મોત
હમાસના હુમલામાં 10 નેપાળી નાગરિકો પણ માર્યા ગયા છે. અન્ય ચાર નેપાળી નાગરિકો ઘાયલ થયા છે અને એક ગુમ છે. નેપાળના વિદેશ મંત્રાલયે સોમવારે એક નિવેદન જારી કરીને આ વાતની પુષ્ટિ કરી છે. નેપાળના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે 17 નેપાળી નાગરિકો ઇઝરાયલના કિબુટ્ઝ એલ્યુમિમમાં એક કૃષિ ફાર્મમાં કામ કરી રહ્યા હતા. જેમાંથી 10 નેપાળી નાગરિકોના મોત થયા છે. જ્યારે બેનો આબાદ બચાવ થયો છે. અન્ય ચાર નેપાળી નાગરિકો ઘાયલ થયા છે અને એક ગુમ છે. ગુમ થયેલા નેપાળી નાગરિકની શોધ ચાલુ છે. તમામના મૃતદેહ ટૂંક સમયમાં નેપાળ લાવવામાં આવશે. નેપાળ સરકારે ઈઝરાયેલ સરકારને ઘાયલોને મદદ કરવા અપીલ કરી છે.