ભૂપત ભાયાણી APPને અલવિદા કહીને કરશે કેસરિયા! લોકસભા પહેલા ગુજરાતમાં મોટી હલચલનો તખ્તો ઘડાયો!!

Lok Patrika
By Lok Patrika
Share this Article

Gujarat News: લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં AAPને મોટો ફટકો લાગ્યો છે. એમ કહી શકાય કે ગુજરાતમાં આપની પકડ ઘટતી જાય છે. જ્યાં હવે AAP ધારાસભ્ય ભૂપત ભાયાણી રાજીનામું આપશે. વિગતો મુજબ ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી છે. વિસાવદર બેઠક પરથી ચૂંટણી જીતેલા AAP ધારાસભ્ય ભૂપત ભાયાણી ગમે ત્યારે ભાજપનો કેસરિયો ધારણ કરી શકે છે. આમ કહી શકાય કે ભુપત ભાયાણી ફરીવાર ભાજપનો ખેસ ધારણ કરશે કારણ કે તેઓ બે વર્ષ પહેલાં ભાજપમાં જ હતા.

કોણ છે ભૂપત ભાયાણી ?

ભૂપત ભાયાણીને આપ પાર્ટીનો એક મજબૂત ચહેરો માનવામાં આવે છે. સૌરાષ્ટ્રની વિસાવદર બેઠક રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની પરંપરાગત બેઠક ગણાતી હતી. કેશુભાઈ બાદ હર્ષદ રિબડિયા કોંગ્રેસની ટિકિટ પર બે વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ગત ચૂંટણી પહેલા તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા પરંતુ AAPના ઉમેદવાર ભૂપત ભાયાણીએ તેમને લગભગ 7 હજારના માર્જીનથી હરાવ્યા હતા. ભાયાણી BJP ગોત્રના છે તેઓ બે વર્ષ પહેલા પાર્ટી છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ પહેલા તેઓ સરપંચ પણ રહી ચુક્યા છે.

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નવી સરકાર રચાય તે પહેલા પાર્ટીનો આંકડો 156થી વધીને 157 પર પહોંચે તે નિશ્ચિત છે. બીજી તરફ 3 અપક્ષ ધારાસભ્યો પણ ભાજપમાં જોડાવાની તૈયારી કરી રહ્યા છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લાની બાયડ બેઠક પરથી અપક્ષ ચૂંટણી જીતેલા ધવલસિંહ ઝાલા, વડોદરા જિલ્લાની વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્ર ગોહિલ અને બનાસકાંઠાની ધાનેરા બેઠક પરથી અપક્ષ ચૂંટણી જીતેલા માવજીભાઈ દેસાઈ પણ ભાજપમાં જોડાવા માટે તૈયાર છે.

ગુજરાત કોંગ્રેસના નેતાએ એવી ગંદી તસવીરો શેર કરી કે જેલની હવા ખાશે, રામ મંદિરના પૂજારી સાથે સીધું કનેક્શન

56 કરોડ જાનૈયા સાથે નીકળી ભગવાનની લગ્નની જાન, ધામધૂમથી પ્રસંગ ઉજવાયો! ઠેર-ઠેર લોકોએ કર્યું સ્વાગત

2024માં ગુરુ ગ્રહ બદલશે આ 4 રાશિઓની પ્રોફેશનલ લાઈફ, પ્રમોશન સાથે સાથે પગાર થઈ જશે લાખોમાં

જો બધુ બરાબર રહેશે તો આગામી દિવસોમાં આ ત્રણ ધારાસભ્યો પણ ભાજપના પક્ષમાં આવશે. હાલમાં આ બધી વાતોના અણસાર જોવા મળી રહ્યાં છે. આગામી સમયમાં શું થાય તે જોવું રહ્યું!


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly