વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024: મોઝામ્બિક પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ એચ.ઈ. સાથે એક ઉત્તમ થઈ મુલાકાત

Desk Editor
By Desk Editor
Share this Article

Vibrant Gujarat: મોઝામ્બિકના રાષ્ટ્રપતિ શ્રીયુત ફિલીપે અસિન્તો ન્યુસીની શુભેચ્છા મુલાકાત લેતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટની દસમી કડીમાં મોઝામ્બિક ડેલીગેશન સાથે ભાગ લેવા આવેલા રાષ્ટ્રપતિ શ્રીયુત ફિલીપે અસિન્તો ન્યુસીની મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુભેચ્છા મુલાકાત કરી હતી.

મોઝામ્બિક રાષ્ટ્રપતિ શ્રીયુત ફિલીપે અસિન્તો ન્યુસીનીએ આઇ.આઇ.એમ અમદાવાદમાં તેમણે અભ્યાસ કર્યો હતો તેનાં સંસ્મરણો તાજા કરતા ગુજરાતને પોતાનું સેકન્ડ હોમ ગણાવ્યું હતું. વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ અમદાવાદ વસવાટ કરતા હતા અને તેમનાં નેતૃત્વમાં થયેલા ગુજરાતનાં સર્વગ્રાહી વિકાસનાં શરૂઆતનાં તબક્કાનાં તેઓ સાક્ષી રહ્યા હતાં તેમ તેમણે ઉમેર્યું હતું.

શ્રીયુત ફિલીપે અસિન્તો ન્યુસીની ગુજરાતનાં હાલના વિકાસથી પ્રભાવિત થયા હોવાની લાગણી વ્યક્ત કરતાં કહ્યું હતું કે ભારતનાં વિકાસના રોલમોડેલ તરીકે ગુજરાતનો આ વેગવંતો વિકાસ દેશ અને દુનિયાની આંખે ઉડીને વળગ્યો છે.

તેમણે ગુજરાત બીજ અને એગ્રોટેક ક્ષેત્રમાં અગ્રેસર છે તેનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે મોઝામ્બિકમાં મકાઇ, ચોખા, અડદ અને શાકભાજીનું વિપુલ ઉત્પાદન થાય છે, ત્યારે ગુજરાતની કંપનીઓ મોઝામ્બીકનાં કૃષિ ક્ષેત્રને વેગ આપી શકે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.

આ મુલાકાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલી વાયબ્રન્ટ સમિટને પગલે ગુજરાતનો ગ્રોથ સૌ માટે ઉદાહરણ રૂપ બન્યો છે. એટલું જ નહીં આ સમિટની સફળતાથી પ્રેરીત થઈને અનેક દેશોએ પોતાના બિઝનેસ ઇન્વેસ્ટમેન્ટ અહીં કર્યાં છે અને તેમને પોતાનાં દેશ કે રાજ્ય જેવું વાતાવરણ મળ્યું છે.

વાયબ્રન્ટ સમિટથી માત્ર વેપાર ઉદ્યોગનો જ નહીં સોશિયલ સેક્ટરનો પણ વિકાસ થયો છે અને આ સમિટ બોન્ડીંગનું માધ્યમ બન્યું છે તે પ્રત્યેક સમિટમાં વિવિધ દેશોની ઉત્તરોત્તર વધતી ભાગીદારીથી ફળીભૂત થયું છે. એગ્રીકલ્ચર, એગ્રોફૂડ પ્રોસેસીંગ સેક્ટરમાં ગુજરાત અગ્રેસર છે અને મોઝામ્બીક જેવા વિકસતા દેશ માટે આ ક્ષેત્રમાં સહભાગીતાની તકો એક્સપ્લોર કરવા વાઇબ્રન્ટ સમિટ રાઇટ પ્લેટફોર્મ છે.

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશનો સૌથી વિશાળ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો-2024 ખુલ્લો મુક્યો

અમદાવાદ: આ યુવકે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું આપ્યું મુહૂર્ત, કુલ 10 વિદ્વાનોએ આપ્યા હતા અભિપ્રાય, 88 સેકન્ડનું મુહૂર્ત ફાઇનલ

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડી.પી.વર્લ્ડ ગ્રુપના ચેરમેન અને CEO સાથે કરી શુભેચ્છા મુલાકાત

આ બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્યઅગ્ર સચિવ કે. કૈલાશનાથ, મુખ્યસચિવ રાજકુમાર, અધિક મુખ્યસચિવ પંકજ જોશી, એસ.જે. હૈદર તેમજ વરિષ્ઠ સચિવઓ જોડાયા હતા.


Share this Article