Big Breaking: હવે પાકિસ્તાને ઈરાન પર કર્યો હુમલો, એરસ્ટ્રાઈકમાં આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કરવાનો દાવો, જાણો હકીકત

Desk Editor
By Desk Editor
Share this Article

World News: પાકિસ્તાની સેનાએ હવે ઈરાનના હુમલાનો જવાબ આપ્યો છે. અહેવાલ છે કે પાકિસ્તાનની સરહદે આવેલા સિસ્તાન અને બલુચિસ્તાન પ્રાંતમાં લગભગ 20 માઈલ દૂર પૂર્વી ઈરાનના સરવાન શહેરની નજીક પાકિસ્તાની વાયુસેનાએ બલૂચ આતંકવાદી જૂથ પર અનેક હવાઈ હુમલા કર્યા છે.

પાકિસ્તાની મીડિયામાં આ માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે આ હુમલા બાદ આતંકીઓના ઠેકાણા પર જોરદાર આગ ફાટી નીકળી હતી, જેના કારણે આસપાસના વિસ્તારમાં ઘણો ધુમાડો ફેલાઈ ગયો હતો. જો કે ઈરાન તરફથી આ હુમલાની કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો ત્રીજો દિવસઃ રામ મંદિરના ગર્ભગૃહની અંદર લાવવામાં આવી ભગવાન રામની મૂર્તિ, વિશેષ પૂજા સાથે ઔપચારિક વિધિની શરૂઆત થશે

આ રામાયણ વાંચવા તમારે અરિસાની સામે જ ઉભું રહેવું પડશે, ગુજરાતના રામ ભક્તે ‘મિરર રાઇટિંગ’માં લખી અનોખી રામાયણ

તમારા ઘરના મંદિરમાં ‘રામ દરબાર’ છે? જો નથી તો આજે જ સજાવો, એક તસવીરથી થાય છે અકલ્પનીય લાભ!

પાકિસ્તાની ન્યૂઝ વેબસાઈટ પાકિસ્તાન ડેઈલી અનુસાર, પાકિસ્તાને ઈરાનમાં બલૂચ લિબરેશન આર્મી અને બલૂચ લિબરેશન ફ્રન્ટના ઠેકાણાઓને નિશાન બનાવ્યા. તેણે આ હવાઈ હુમલા પછી પાકિસ્તાની વાયુસેનાના કથિત ફૂટેજ પણ જાહેર કર્યા છે, જેમાં ત્યાં એક મોટો ખાડો દેખાઈ રહ્યો છે. વીડિયોમાં ઘણા લોકો ટોર્ચ લઈને ઘટનાસ્થળે ઉભા જોવા મળે છે.


Share this Article