વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડ 80 ડોલરને પાર… પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ફેરફાર, જાણો તમારા શહેરમાં લેટેસ્ટ ભાવ

Desk Editor
By Desk Editor
Share this Article

Petrol Diesel Prices: કાચા તેલની કિંમતોમાં ફરી એકવાર વધારો થયો છે. ગુરુવારે વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડ 80 ડોલરને પાર કરી ગયું છે. આ દરમિયાન સરકારી ઓઈલ કંપનીઓએ પણ પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવ જાહેર કર્યા છે. આજે ઘણા શહેરોમાં તેલની કિંમતોમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. જોકે, દિલ્હી-મુંબઈ જેવા દેશના ચાર મહાનગરોમાં તેલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.

સરકારી ઓઈલ કંપનીઓના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર જોવા મળ્યો નથી. નોઈડામાં પેટ્રોલ 35 પૈસાના ઘટાડા સાથે 96.65 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 32 પૈસા સસ્તું થઈને 89.82 રૂપિયા પ્રતિ લીટર થયું છે. રાજસ્થાનની રાજધાની જયપુરમાં આજે સવારે પેટ્રોલ 3 પૈસા મોંઘુ થઈને 108.48 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે, જ્યારે ડીઝલ 3 પૈસાના વધારા સાથે 93.72 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

ગુરુવારે વૈશ્વિક બજારમાં કાચા તેલની કિંમતોમાં થોડો વધારો થયો છે અને બ્રેન્ટ ક્રૂડ ફરી એકવાર 80 ડોલરને પાર કરી ગયું છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત $0.43 વધીને $80.04 પ્રતિ બેરલ પર પહોંચી ગઈ છે. WTI દર પણ આજે સવારે $1 વધીને બેરલ દીઠ $75.44 સુધી પહોંચી ગયા છે.

આ મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

– અમદાવાદમાં પેટ્રોલ રૂ. 96.42 અને ડીઝલ રૂ. 92.17 પ્રતિ લીટર
– દિલ્હીમાં પેટ્રોલ રૂ. 96.72 અને ડીઝલ રૂ. 89.62 પ્રતિ લીટર
– મુંબઈમાં પેટ્રોલ રૂ. 106.31 અને ડીઝલ રૂ. 94.27 પ્રતિ લીટર
– ચેન્નાઈ પેટ્રોલ રૂ. 102.63 અને ડીઝલ રૂ. 94.24 પ્રતિ લીટર
– કોલકાતા પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર

આ શહેરોમાં પણ નવી કિંમતો જાહેર કરવામાં આવી છે

– નોઈડામાં પેટ્રોલ 96.65 રૂપિયા અને ડીઝલ 89.82 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.
– જયપુરમાં પેટ્રોલ 108.48 રૂપિયા અને ડીઝલ 93.72 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.

દરરોજ સવારે 6 વાગ્યે નવા દરો બહાર પાડવામાં આવે છે

વિરાટ કોહલી ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ ટીમમાંથી બહાર, સદી પછી સદી ફટકારી રહેલા આ બેટ્સમેનને મળી તક, ટીમ ઈન્ડિયામાં સામેલ?

આ તો ચમત્કાર છે… પાંચ અઠવાડિયામાં કેવી રીતે બદલાઈ ગયું રામ મંદિર પરિસર, જુઓ સેટેલાઇટ તસવીરો

રજવાડી ઠાઠ સાથે પીએમ નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન જયપુરમાં કરશે રોડ શો, જાણો સમગ્ર સ્વાગત કાર્યક્રમ

પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે બદલાય છે. નવા દરો સવારે 6 વાગ્યાથી અમલમાં આવશે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન, વેટ અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત મૂળ કિંમત કરતા લગભગ બમણી થઈ જાય છે. આ જ કારણ છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ આટલા ઉંચા દેખાય છે.


Share this Article