India News : ભારતનું આ મિશન મૂન (Mission Moon) સફળ રહ્યું છે, જે બાદ ભારત આ કારનામું કરનાર વિશ્વના પસંદગીના દેશોમાં સામેલ થઇ ગયું છે. ચંદ્રયાન હવે ચંદ્ર પરથી તસવીરો મોકલી રહ્યું છે. ચંદ્રયાન-3નું ( Chandrayaan-3 )લેન્ડર મોડ્યૂલ ચંદ્ર પર લેન્ડ થયું છે, જે બાદ રોવરને ચંદ્ર પર ઉતારવામાં આવ્યું છે.
ચંદ્ર પર અત્યાર સુધી જેટલા પણ મિશન થયા છે, ચંદ્રની સપાટીની તસવીરો પૃથ્વી પર મોકલવામાં આવી છે. ચંદ્રની તસવીરોમાં જોવા મળતા મોટા ખાડાઓ લોકોના મનમાં સવાલ ઉભા કરે છે કે તે શું છે?
ખરેખર, ચંદ્ર પર હાજર આ ખાડાઓ ઉલ્કાપિંડ પડવાને કારણે થાય છે. અનેક ભારે ઉલ્કાપિંડ ચંદ્રની સપાટી પર પડતા રહે છે. નાસાએ આવા ઘણા મોટા ખાડાઓ શોધી કાઢ્યા છે, જે અનેક કિલોગ્રામના ભારે પથ્થરો પડવાને કારણે ચંદ્ર પર રચાયા છે.
સેંકડો વર્ષોથી ચંદ્ર પર ઉલ્કાપિંડ પડી રહ્યા છે, જેના કારણે તેમાં આવા લાખો ખાડાઓ રચાયા છે. હવાના અભાવે આ ખાડાઓ ક્યારેય કોઈ વસ્તુથી ભરાતા નથી.