Gujarat News : આગામી 5 દિવસ માટે અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે અને લોકોએ એ ખાસ જાણવા જેવી છે. આગામી 5 દિવસ સુધી બેવડી ઋતુનો વર્તારો રહેવાની શક્યતા છે. વિશેષ વાત કરીએ તો અંબાલાલનું કહેવું છે કે સવાર અને રાત્રે ઠંડી પડશે તો બપોરે ગરમી રહેશે. અમદાવાદ-ગાંધીનગરમાં 15થી 20 ડિગ્રી પારો રહેવાની શક્યતા છે વળી કચ્છના નલિયામાં 10 ડિગ્રી સુધી તાપમાન રહેવાની શક્યતા છે.
આ સાથે જ ગઈ કાલે અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે આ વર્ષે ઉનાળો આકરો બની રહેવાની શક્યતા દર્શાવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ કડકડતી ઠંડી બાદ હવે ઉનાળાની આગાહી કરી દીધી છે. 2023 નો ઉનાળો આકરો બની રહેશે એવી વાત સામે આવી રહી છે. તેની શરૂઆત ફેબ્રુઆરી મહિનાથી જ થઈ જશે. 13 ફેબ્રુઆરીથી જ વાતાવરણમાં ગરમી વધવાની શરૂઆત થઈ જશે.
અંબાલાલ પટેલની બે મોટી આગાહી, માવઠું અને ઉનાળા વિશે કરી દીધું મોટુ એલાન, ફટાફટ જાણી લો
વારા પછી વારો, મારા પછી તારો…. હવે અમીરોની યાદીમાં અંબાણીનો ફગોળિયો થયો, અદાણી ખાલી આટલા નંબર જ પાછળ