દિવાળી પહેલા સરકારની સૌથી મોટી ભેટ, દેશના સૌથી મોટા રાજ્યમાં 2 ફ્રી ગેસ સિલિન્ડર મળશે, લઈ લો લાભ

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

India News : દેશના સૌથી મોટા રાજ્યોમાંથી એક એવા ઉત્તર પ્રદેશમાં ( Uttar Pradesh) ગેસ સિલિન્ડરને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આ સમાચાર ઉજ્જવલા યોજનાને લઈને છે. ઉત્તર પ્રદેશ સરકારે મંગળવારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને બે મફત એલપીજી સિલિન્ડર આપવાનો પ્રસ્તાવ પસાર કર્યો છે.

 

રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર સીએમ યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને બે ફ્રી એલપીજી સિલિન્ડરના પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી છે. આ યોજના હેઠળ ઓક્ટોબર-ડિસેમ્બર 2023 અને જાન્યુઆરી-માર્ચ 2024માં લાભાર્થીઓને મફત સિલિન્ડર રિફિલનું વિતરણ કરવામાં આવશે. રાજ્ય સરકાર આ યોજના પર દર વર્ષે ૨૩૧૨ કરોડ રૂપિયા ખર્ચ કરશે.

 

આટલા લોકોને થશે ફાયદો

સરકારના જણાવ્યા અનુસાર રાજ્યમાં 1.75 કરોડ પરિવારોને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો લાભ આપવામાં આવશે. પ્રથમ તબક્કામાં આધાર ઓથેન્ટિકેશનના લાભાર્થીઓને મફત સિલિન્ડર આપવામાં આવશે. ત્યાર બાદ લાભાર્થીઓનું આધાર ઓથેન્ટિકેશન કરવામાં આવતા જ તેમને આ યોજના હેઠળ ફ્રી સિલિન્ડર આપવામાં આવશે. આ યોજના હેઠળ લાભાર્થીએ 14.2 કિલોનો સિલિન્ડર જાતે જ ચૂકવીને ખરીદવાનો રહેશે, પાંચ દિવસ બાદ તેના આધાર ઓથેન્ટિકેટેડ એકાઉન્ટમાં સબસિડી મોકલવામાં આવશે. આ યોજના પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ જારી કરવામાં આવેલા એક જ કનેક્શન પર લાગુ થશે.

 

મંગળસૂત્ર ક્યારે ના પહેરવું જોઈએ? દરેક મહિલાએ આ વાત જાણવી જ જોઈએ, અયોધ્યાના જ્યોતિષે કહી મોટી વાત

ગાઝામાં શરણાર્થી શિબિર પર જ હુમલો કરીને ઈઝરાયેલે 50 પેલેસ્ટિનિયન મારી નાખ્યાં, હવે સામે આવ્યું મોટું કારણ

ધનતેરસના દિવસે ઘરના ચાર ખૂણામાં રાખો આ એક વસ્તુ, આખું વર્ષ એટલું કમાશો કે ધનવાન બની જશો!

 

કેન્દ્ર સરકારે પણ આપી રાહત

ઓગસ્ટના છેલ્લા અઠવાડિયાથી લઈને આ મહિનાની શરૂઆત સુધી કેન્દ્ર સરકારે પણ ઉજ્જવલા યોજના હેઠળ બે વાર રાહત આપી છે. કેન્દ્ર સરકારે ઓગસ્ટના અંતિમ દિવસોમાં ગેસ સિલિન્ડર પર ફ્લેટ 200 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. ત્યારે ઉજ્જવલા યોજના પર 200 રૂપિયાની સબસિડી આપવામાં આવી હતી. 200 રૂપિયાના ઘટાડા બાદ તેમના માટે ગેસ સિલિન્ડરની કિંમતમાં 400 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. હાલમાં જ સરકારે ઉજ્જવલા યોજનાની સબસિડીમાં 100 રૂપિયાનો વધારો કર્યો છે. એટલે કે જે સબસિડી 200 રૂપિયા હતી તે હવે 300 રૂપિયા થઈ ગઈ છે. એટલે કે ઉજ્જવલા યોજના હેઠળ મળતો ગેસ સિલિન્ડર 500 રૂપિયા સસ્તો થયો છે.

 

 


Share this Article