Breaking: સાળંગપુર મંદિરનો ચિત્ર વિવાદ હવે અંત તરફ, VHPના આગેવાનો અને સ્વામિનારાયણના સંતો વચ્ચે મોટી બેઠક

Lok Patrika
By Lok Patrika
Share this Article

સાળંગપુર મંદિર વિવાદ સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે અને હવે જલ્દી જ તેનું સમાધાન આવી જશે એવું કહેવામાં આવી રહ્યું છે કારણ કે સાળંગપુરમાં ભીંતચિત્રોને લઇ મોટા વિવાદને લઈ અનેક સાધુસંતો બાદ વિશ્વ હિન્દૂ પરિષદ મેદાને ઉતર્યું છે. અમદાવાદના મેમનગર સ્વામિનારાયણ ગુરુકુળમાં VHP અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વચ્ચે મોટી બેઠક થઈ છે. જેને લઈ સાળંગપુર મંદિર વિવાદમાં જલ્દી જ સમાધાન થશે એવી બધાને આશા છે.

જ્યારે સાળંગપુર મંદિરમાં ભીત ચિત્રો સામે આવ્યા ત્યારે અનેક આંદલનો અને વિરોધો થયા, આ વિવાદને લઈ વિશ્વ હિન્દૂ પરિષદના મહામંત્રી અશોક રાવલે નારાજગી વ્યક્ત કરી હતી. આ તરફ VHPના આગેવાનો ગઈકાલે રાત્રે વડતાલ સ્વામિનારાયણ મંદિરના સંતો સાથે બેઠક કરી હતી. મહત્વનું છે કે, અમદાવાદના મેમનગર સ્વામિનારાયણ ગુરુકુળમાં VHP અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વચ્ચે મોટી બેઠકમાં વડતાલ સ્વામિનારાયણ મંદિરના મુખ્ય સંતો હાજર રહ્યા હતા. આ બેઠકમાં સંતોએ VHPને વિવાદનો ઝડપથી અંત લાવવાની ખાતરી હોવાનું સામે આવ્યું છે.

નૌતમ સ્વામીએ આજે આ મુદ્દે વાત કરતાં જણાવ્યું છે કે, સાળંગપુરમાં હનુમાનજી મહારાજને વડતાલ સંસ્થા દ્વારા જે પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા છે. મોટી મૂર્તિ હનુમાનજીની ત્યાં સ્થાપવામાં આવી છે. તેમજ સંપ્રદાયનાં સ્વામિનારાયણ ભગવાનનાં એશ્વર્યને પણ ત્યાં પ્રદર્શિત કરવામાં આવ્યું છે. સ્વામીનારાયણ ભગવાન છે, ત્યારે આ બાબતે કોઈએ વ્યક્તિગત ચર્ચાઓ કરવી હોય તો પણ કરી શકે છે. આપણા સંપ્રદાયમાં ક્યારેય કોઈ ભગવાન અને ભગવાનનાં અવતારો એનું ક્યારેય કોઈ દિવસ અપમાન કરવાનો પણ હેતુ હોતો નથી છે નહી અને હતો પણ નહી.

Breaking: અનેક ટુકડાઓમાં મળી શિવસેના નેતાની લાશ, અંગત મીટિંગ હોવાનું કહીને બોડીગાર્ડને સાથે નહોતો લીધો અને….

ખાખીમાં એક્શન મારી રિલ્સ બનાવતા પોલીસકર્મીઓ સાવધાન, ગુજરાત પોલીસ વડાનો સૌથી મોટો આદેશ

એક રિપોર્ટ અને અદાણીના 19,000 કરોડ સ્વાહા, ચીનીઓ પણ આગળ નીકળી ગયા, જાણો હવે કેટલામા નંબરે

સ્વામિનારાયણ ભગવાન છે અને તેમનાં કુળદેવ પણ હનુમાનજી મહારાજ છે.  ભગવાનનાં જેટલા પણ અવતારો થયા ભગવાન શ્રી રામચંદ્રજી, શ્રી કૃષ્ણનારાયણ, સ્વામીનારાયણ ભગવાન છે.  સ્વામિનારાયણ ભગવાનની પણ હનુમાનજી મહારાજે અનેકવાર સેવા કરી છે. એ આખો સ્વામીનારાયણ સંપ્રદાયનો ઈતિહાસ એનાથી ભરેલો છે, કોઈને વ્યક્તિગત એનાથી નાના મોટા પ્રશ્નો હોય તો યોગ્ય ફોરમ ઉપર જઈને વાત કરી શકે છે. કેટલાક લોકો આનાં સંદર્ભમાં કોર્ટમાં ગયા છે. તો કોર્ટમાં એનો યોગ્ય જવાબ આપવો પડશે.  સામાન્ય નાના મોટા માણસોને જવાબ આપવાની સંપ્રદાયનાં કોઈ વ્યક્તિએ જરૂર નથી.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly