હાલમાં નકલી PSI અંગે એક સમાચાર સામે આવી રહ્યા છે. ગાંધીનગરના ડભોડા પોલીસ મથકમાં નકલી PSI મયુર તડવીની સામે ગુનો નોંધાયો હતો. હવે મયુર તડવીના 8 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ગઈકાલે આરોપી સામે ગુનો નોંધાયા બાદ ચારેકોર એની જ ચર્ચા કરવામાં આવી રહી હતી. પોલીસ દ્વારા આજે તેને કોર્ટમાં રજૂ કરાયો હતો. જેમાં નિર્ણય બાદ મયુર તડવીના 8 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યો છે. આરોપીને 10 માર્ચે બપોરે 2 વાગ્યે ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને આગળનો નિર્ણય કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આરોપી સામે ડોક્યુમેન્ટ સાથે છેડછાડ કરવા મામલે ગુનો દાખલ થયેલો છે. જે સમગ્ર મામલે ગાંધીનગર એલસીબી તપાસ કરી રહી છે. કરાઈ પોલીસ એકેડમીમાં નકલી PSI મામલે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ત્યારે નકલી PSI મયુર તડવીએ કરાઈમાં ટ્રેનિંગ લઈ રહ્યો હતો. મયુર તડવીએ બીજા ઉમેદવારના કોલલેટરમાં છેડછાડ કરી હોવાનું સામે આવતા જ રાજકારણમાં પણ મોટો હંગામો થયો હતો. આ જ મુદ્દો આજે ગૃહમાં પણ ગુંજ્યો હતો. કોંગ્રેસ દ્વારા એનો ગૃહમાં વિરોધ કરવામાં આવ્યો હતો તેમજ હર્ષ સંઘવીના રાજીનામાની પણ માંગ કરવામાં આવી હતી. કોંગ્રેસના ધારાસભ્યોએ પ્લે કાર્ડ દર્શાવી વિરોધ નોંધાવ્યો હતો અને કોંગ્રેસે માગણી કરી હતી કે ગૃહમાં કરાઇ એકેડેમી ખાતે બનેલી ઘટના બાબતે ચર્ચા કરવામાં આવવી જોઈએ. ત્યારે આ વિવાદ વધી જતાં કોગ્રેસ અને આપના તમામ ધારાસભ્યોને એક દિવસ માટે સસપેન્ડ પણ કરવામાં આવ્યા હતા.
હોળી પર 3.5 કરોડ મહિલાઓને મોટી ગિફ્ટ, બસોમાં એક પણ પૈસો ભાડુ નહીં આપવાનું, મફતમાં જ મુસાફરી કરો
આ બાબતે અધ્યક્ષે વિપક્ષ ધારાસભ્યને વિધાનસભાના કાયદા પ્રમાણે વાતો અને ચર્ચા કરવા માટે કહ્યું હતું. જોકે ગૃહમાં કરાઇ એકેડેમીમાં ચાલતા કૌભાંડ મામલે કોંગ્રેસે ગૃહમાંથી વોક આઉટ કર્યું હતું, તેથી વિવાદે વધારે જોર પકડ્યું હતું. આ અંગે કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા જણાવ્યું હતું કે રાજ્યમાં અત્યારસુધી પેપરલીક થાય છે, જેના માટે રાજ્ય સરકાર ગૃહમાં કાયદો લાવી. એક મયૂર તડવી નામની વ્યક્તિ પરીક્ષા પાસ કર્યો વિના સીધી કરાઇ એકેડેમીમાં પીએસઆઇની તાલીમ મેળવી રહી છે. આ કેવી રીતે શક્ય બની શકે? આ બાબતે સરકારે ગૃહમાં 116 હેઠળની નોટિસ આધારે તાકીદે ચર્ચા કરવી જોઇએ, જેથી ગુજરાતના યુવાનો જે ચિંતા કરી રહ્યા છે એનો જવાબ યુવાનોને મળે.