Primary teachers: પ્રાથમિક શિક્ષકોની બદલીમાં ફરીથી આવ્યો મોટો વળાંક, તમે જે અરજી કરી એ રદ્દ ગણાશે, જાણો નવો નિયમ

Lok Patrika Desk
By Lok Patrika Desk
teachers
Share this Article

ગુજરાતના પ્રાથમિક શિક્ષકોની બદલીને લઇને વધુ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. શિક્ષકોની બદલીને લઈ જાહેર થયેલી અને અગાઉ કરેલી ઓનલાઇન બદલી માટેની અરજીઓ રદ કરાશે. તેવો નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે આંતરિક બદલી કેમ્પમાં ભાગ લેનારા શિક્ષકોએ પુનઃઓનલાઇન અરજી કરવાની રહેશે. સાથે જ પ્રથમ તબક્કાના બદલી કેમ્પ માટે ઓનલાઇન અરજી 2 જૂનથી 7 જૂન દરમિયાન કરી શકાશે. તેવું પણ સત્તાવાર જાહેર કરવામાં આવ્યું છે.

શિક્ષણ વિભાગે આંતરિક કેમ્પ માટેના નિયમો કર્યા જાહેર

શિક્ષણ વિભાગે સત્તાવાર આંતરિક બદલી કેમ્પ માટેનું સમય પત્રક જાહેર કર્યું છે. જેમાં આંતરિક બદલી કેમ્પમાં ભાગ લેનારા શિક્ષકોને 30 જૂન અને પહેલી જુલાઇના રોજ ઓર્ડર ઇશ્યુ કરવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા તેવી નોંધ કરવામાં આવી છે. તેવીજ રીતે આંતરિક કેમ્પ માટેના નિયમો પણ શિક્ષણ વિભાગે જાહેર કર્યા છે. સાથે જ શિક્ષકો માટે આંતરિક બદલી કેમ્પનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે.

રાજ્યની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોના હિત માટે મહત્વપૂર્ણ નિર્ણય કરી નવા બદલીના નિયમની જાહેરાત કરવામાં આવી હતી. શિક્ષણ વિભાગના આ નિર્ણયથી 40 હજારથી વધુ શિક્ષકોમાં આનંદની લાગણી છે. નવું શૈક્ષણિક વર્ષ પૂર્ણ થાય તે પહેલા બદલી કેમ્પ પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.એપ્રિલ 2022માં સરકારના સુધારા ઠરાવ સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. સરકારના નિર્ણય વિરુદ્ધ શિક્ષકો કોર્ટમાં પહોંચ્યા હતા. હાઈકોર્ટમાં 250થી વધુ પિટીશન કરવામાં આવી હતી. ભરતી પ્રક્રિયા પણ બદલી કેમ્પ મોકુફ રહેતા અટકી પડી હતી. શિક્ષકોની બદલી અંગે શિક્ષક સંઘે પણ સરકાર સાથે 6 બેઠકો કરી હતી.

હાઈકોર્ટમાં 250થી વધુ પિટિશન થઈ હતી

ઉલ્લેખનીય છે કે, એપ્રિલ 2022ના રોજ થયેલા સુધારા ઠરાવ સામે વાંધો પડતાં શિક્ષકો કોર્ટમાં પહોંચ્યા હતા. જેમાં હાઈકોર્ટમાં 250થી વધુ પિટિશન દાખલ કરવામાં આવી હતી. હાઈકોર્ટમાં મુદ્દો પહોંચતા બદલી કેમ્પ મોકુફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બીજી તરફ નવા શિક્ષકોની ભરતીની પ્રક્રિયા પણ બદલી કેમ્પ મોકુફ રહેતા અટકી પડી હતી. જો કે, થોડા દિવસ અગાઉ શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શિક્ષકોની બદલીના નિયમો જાહેર કર્યા હતા અને ત્યારબાદ હવે કેમ્પ જાહેર કર્યો છે.


Share this Article